શાહરૂખની મેનેજરનો ફોન હેક કરવા ૫ લાખની ઓફર

મુંબઇ, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. એક એથિકલ હેકરે મુંબઈ પોલીસને જાણકારી આપીને દાવો કર્યો છે કે, શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીનો મોબાઈલ હેક કરીને તેની કોલ ડિટેલ્સ કાઢવા માટે મને પાંચ લાખ રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા. સાથે સાથે બીજા કેટલાક લોકોના ફોન હેક કરવા માટે પણ ઓફર અપાઈ હતી.
મને આર્યન ખાનની વોટસએપ ચેટ પણ બતાવવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટમાં કહેવાયા પ્રમાણે હેકરનુ નામ મનીષ માંગલે છે.તેમણે મુંબઈ પોલીસને પત્ર લખીને આલોક જૈન અને શૈલેષ ચૌધરીનુ નામ આપ્યુ છે.મનીષે લખ્યુ છે કે, ૬ ઓક્ટોબરે આ બે લોકોએ મારો સંપર્ક કર્યો હતો અને પૂજા દદલાનીનો ફોન હેક કરવા માટે ઓફર આપી હતી.
સાથે સાથે મને એક વોટસએપ ચેટ પણ બતાવાઈ હતી અને તેનુ નામ આર્યન ખાન ચેટ હતુ.મને પ્રભાકર સેલના નામનુ એક ડમી સિમ કાર્ડ પણ બનાવવા માટે કહેવાયુ હતુ.
જાેકે મનીષનુ કહેવુ છે કે, આ ઓફર મેં સ્વીકારી નહોતી. કેટલાક દિવસો બાદ ન્યૂઝમાં પ્રભાકર સેલનુ નામ વાંચ્યુ ત્યારે મને લાગ્યુ હતુ કે, મારે પોલીસને જાણકારી આપવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે, પ્રભાકર સેલ આ કેસમાં સાક્ષી છે અને તેણે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે, આ કેસમાં ૨૫ કરોડ રૂપિયાની ડીલ થઈ હતી અને તેમાંથી ૮ કરોડ રૂપિયા સમીર વાનખેડેને આપવાના હતા.SSS