શાહરૂખને એક્સ એન્કાઉન્ટર સ્પેશાલિસ્ટે નોટિસ ફટકારી
મુંબઇ, શાહરૂખ ખાનનાં પ્રોડક્શન હાઉસની ફિલ્મ ક્લાસ ઓફ ૮૩ રિલીઝ થતા પહેલાં જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. આ અંગે પૂર્વ એનકાઉન્ટર સ્પેશાલિસ્ટ પ્રદિપ શર્માએ એક ફિલ્મ અંગે જોડાયેલાં પ્રમુખ મીડિયમ્સને નોટિસ ફટકારી છે. એટલું જ નહીં ઓટીટી પ્લેટફર્મ, પ્રોડક્શન હાઉસ અને હુસૈન ઝૈદીને પણ નોટિસ ફટકારીને આપત્તિ જતાવી છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
એનકાઉન્ટર સ્પેશાલિસ્ટ પ્રદીપ શર્માએ તેની નોટિસમાં કહ્યું છે કે, વર્ષ ૨૦૧૯માં જ્યારે તેઓ સર્વિસમાં હતાં તે સમયે હુસૈન ઝૈદી તમને મળવા આવતા હતાં. તે દરમિયાન પ્રદીપ શર્માએ અંડરવર્લ્ડ અને ટેરર ઓપરેશન સાથે જોડાયેલી ઘણી અહમ જાણકારી અને દસ્તાવેજ માંગ્યા તાં જે પ્રદીપ શર્માએ અપાવ્યાં પણ હતાં. તેનાં જ આધાર બનાવીને અન્ય ઘણી ફિક્શન વસ્તુઓ જોડીને ક્લાસ ઓફ ૮૩ બનાવવામાં આવી છે.
ફિલ્મના પોસ્ટર અંગે પણ ઘણી ચર્ચા થઇ હતી, ફિલ્મનાં મોશન પોસ્ટરમાં મુંબઇને ભડકે બળતું બતાવવામાં આવ્યું |
આ ફિલ્મને લઇને તેમને કોઇ જ આપત્તી નથી પણ તેમાં જો પોલીસની છબિ ખોટી ચીતરવામાં આવી અને ઓપરેશનને જસ્ટિફાય કરી તેને પોલીસનાં પર્સનલ ઓપરેશન તરીકે બતાવવામાં આવ્યું હશે તો તે ખોટુ રહેશે. તેથી જ ફિલ્મ રિલીઝ પહેલાં પ્રદીપ શર્માને બતાવવામાં આવે અને જો તેમનેકંઇ ખોટુ લાગે તો તે તેનાં પર ઓબ્જેક્શન ઉઠાવી શકશે.
જો કહાનીમાં છેડછાડ કરવામાં આવ્યા હશે તો ફિલ્મ રિલીઝ નહીં કરવામાં આવે અને જો ફિલ્મ તેમને બતાવ્યા વગર જ રિલીઝ કરવામાં આવશે તો પૂર્વ એનકાઉન્ટર સ્પેશાલિસ્ટ પ્રદીપ શર્મા તેમનાં પર સિવિલ અને ક્રિમિનલ- કાયદાકીય પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરશે. આપને જણાવી દઇએ કે, ફિલ્મમાં બોબી દેઓલ લિડ રોલમાં છે. ફિલ્મનાં ફર્સ્ટલૂક પોસ્ટર અંગે પણ ઘણી ચર્ચા થઇ હતી. કારણ કે ફિલ્મનાં મોશન પોસ્ટરમાં મુંબઇને ભડકે બળતું બતાવવામાં આવ્યું હતું. અને બોબી દેઓલનાં દબંગ અંદાજવાળી પોલીસ ઓફિસરનાં રૂપમાં ફોટો આવ્યો હતો.SSS