Western Times News

Gujarati News

શાહરૂખે ખરીદેલા મન્નત બંગલાનું નામ Villa Vienna હતું

મુંબઇ, શાહરૂખ ખાન પરિવાર સાથે હાલ મન્નત બંગલામાં રહે છે. જેની ગણતરી મુંબઈના સૌથી આલીશાન અને શાહી બંગલાઓમાં થાય છે. શાહરૂખ ખાનનો આ બંગલો બાંદ્રા વિસ્તારમાં બેંડસ્ટેન્ડમાં દરિયા કિનારે સ્થિત છે.

જ્યાંથી દિલને ગમી જાય એવો નજારો જાેવા મળે છે. શાહરૂખ ખાનના બંગલા મન્નતની કિંમત અંદાજે ૨૦૦ કરોડ રૂપિયા છે. પણ શું તમે એ વાત જાણો છો કે શાહરૂખ ખાન મન્નતમાં રહેવા આવ્યો એ પહેલાં ક્યાં રહેતો હતો? શાહરૂખ ખાને વર્ષ ૨૦૦૧માં મન્નત બંગલો ખરીદ્યો હતો.

એ સમયે તેનું નામ Villa Vienna હતું. આ એક હેરિટેજ બિલ્ડીંગ અને ટૂરિસ્ટ સ્પોટ છે. આ બંગલાને ખરીદ્યા પછી શાહરૂખ ખાને નામ બદલીને મન્નત રાખવામાં આવ્યું હતું. બંગલાનું ઈન્ટિરિયર એવું છે કે જે પણ જુએ તેની આંખો પહોળી થઈ જાય.

શાહરૂખ ખાનના બંગલામાં દરેક પ્રકારની લક્ઝરી સુવિધા છે. જેની ઝલક અનેક વખત તેના સોશિયલ મીડિયા પોસ્ટમાં દેખાઈ ચૂકી છે. પણ આજે અમે સૌથી પહેલાં શાહરૂખ ખાનના એ ઘરની વાત કરીશું કે જ્યાં મન્નતમાં આવતા પહેલાં રહેતો હતો.

મન્નતમાં શિફ્ટ થયા એ પહેલાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન બાંદ્રામાં દરિયા કિનારે એક થ્રી બીએચકે ફ્લેટમાં રહેતો હતો. આ ફ્લેટ શ્રી અમૃત નામની એક બિલ્ડીંગમાં હતો. શાહરૂખ ખાનનો આ ફ્લેટ કોઈ લક્ઝરી સુવિધાવાળો નહોતો. પરંતુ એમાં માત્ર એક સામાન્ય લેધરનો સોફા એક નાનકડુ ડાઈનિંગ ટેબલ, પુસ્તકો રાખવા માટેનો એક વુડન રેક અને કેટલીક ફૂલદાની હતી. પરંતુ જ્યારે શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે મન્નતમાં રહેવા લાગ્યો તો તેણે તેના આ ફ્લેટને ૩ લાખ પ્રતિ મહિનાના ભાડે આપી દીધો. આ વાત ૨૦૧૩ની છે.

શાહરૂખ ખાનના આ ઘરમાં ત્રણ બેડરૂમ સિવાય એક લિવિંગ રૂમ અને મોડ્યુલર કિચન છે. એ સમયે અનેક લોકોએ શાહરૂખ ખાનના આ ફ્લેટમાં રહેવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફ્લેટમાં શાહરૂખ ખાન અને ગૌરીના દીકરા આર્યન ખાનનો જન્મ થયો હતો.

આ ફ્લેટની આસપાસ રહેનારા અન્ય લોકોએ ૨૦૧૩માં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શાહરૂખ ખાન ફિલ્મ દિવાનાની રિલીઝ બાદ અહીં શિફ્ટ થયો હતો. એ સમયે તે રેડ પજેરો ચલાવતો હતો. શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનનો જન્મ પણ આ ઘરમાં થયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.