શાહરૂખે રિલીઝ પહેલા પઠાણને બ્લોકબસ્ટર ગણાવી
મુંબઇ, બોલિવુડનો કિંગ ખાન શાહરૂખ ખાન હાલ દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ તેમજ ટીમ સાથે સ્પેનમાં ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હજી ખતમ થયું નથી અને રિલીઝ ડેટ પણ સામે આવી નથી એ પહેલા જ દબંગ ખાન સલમાન ખાને તેનો રિવ્યૂ આપી દીધો છે.
રિપોર્ટ પ્રમાણે, યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરાએ સલમાન ખાનને ‘પઠાણ’નું એક ફૂટેજ દેખાડ્યું હતું, જે બાદ સલમાન ખાને પહેલો રિવ્યૂ આપ્યો છે. સલમાન ખાનને આખરે ‘પઠાણ’ કેવી લાગી તે જાણવા માટે ફેન્સ આતુર છે. ફેન્સ જાણવા માટે ઉત્સાહિત થઈ રહ્યા છે.
‘પઠાણ’ જાેયા બાદ સલમાન ખાનનું રિએક્શન કેવું છે તે જાણી લો. એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ બોલિવુડ હંગામાએ સૂત્રોના આધારે છાપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, આદિત્ય ચોપરાએ હાલમાં જ સલમાન ખાનને ફિલ્મ ‘પઠાણ’નું ૨૦ મિનિટનું ફૂટેજ દેખાડ્યું હતું.
જે જાેયા બાદ એક્ટરે શાહરૂખ ખાનની ફિલ્મને ‘બ્લોકબસ્ટર’ કહી હતી. રિપોર્ટ પ્રમાણે, આદિત્ય ચોપરા અને સલમાન ખાને છેલ્લા એક વર્ષમાં ઘણી મીટિંગ કરી છે. બંને વચ્ચેની મિત્રતા પહેલાથી જ ગાઢ છે. ટાઈગર ૩ અને પઠાણ બંને આદિત્ય ચોપરાની જ ફિલ્મ છે.
આ જ કારણથી બંને વચ્ચે ઘણી મીટિંગ થઈ હતી. હાલમાં જ આદિત્યએ સલમાન ખાનને ‘પઠાણ’નું ૨૦ મિનિટનું ફુટેજ બતાવ્યું હતું. આદિત્ય ચોપરા, સલમાન ખાનનું ફીડબેક લેવા ઈચ્છતો હતો કે, આખરે આ સ્ટારનું ફિલ્મ પર શું કહેવું છે. ફુટેજ જાેયા બાદ સલમાન ઉત્સાહિત જાેવા મળ્યો.
પઠાણનું ફુટેજ જાેયા બાદ તરત જ સલમાન ખાનને શાહરૂખ ખાનને ફોન કર્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું હતું કે ‘તારી ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે. ફિલ્મના આઉટપુટ્સ શાનદાર છે અને આ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સ્થાપિત કરશે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, સલમાન ખાન હાલ ‘ટાઈગર ૩’ના અંતિમ શિડ્યૂલનું શૂટિંગ કરી રહ્યો છે. આ સિવાય તે એપ્રિલના પહેલા અઠવાડિયાથી ‘કભી ઈદ કભી દિવાલી’નું શૂટિંગ શરૂ કરવાનો છે.SSS