શાહરૂખ-કરીનાની ફિલ્મ રા વનમાં મોટી ભૂલ થઈ હતી
મુંબઈ: શાહરૂખ ખાન અને કરીના કપૂર અભિનીત ફિલ્મ ‘રા વન’ને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી આ સાયન્સ-ફિક્શન ફિલ્મમાં શાહરૂખ ખાન એક વિડીયો ગેમના પાત્રમાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ કરીનાના પતિની ભૂમિકામાં જાેવા મળ્યો હતો અને હવે અમે તેમાં રહેલી એક ગંભીર ભૂલ જણાવીશું જેનો જાેઈને તમે કહેશો આ યાર આ તો ખરેખર મોટી ભૂલ છે. શાહરૂખ ખાનના પાત્રના મૃત્યુ પછીની પડદા પર જે દેખાડ્યું છે તે આશ્ચર્યજનક છે.
હકીકતમાં, શેખર જે ફિલ્મમાં દક્ષિણ ભારતના હિન્દુ પરિવારનું પાત્ર છે અને તેના મૃત્યુ પછી ખ્રિસ્તી રિવાજ દ્વારા દફન કરવામાં આવ્યું છે. તેને શબપેટીમાં કાળા સૂટમાં રાખવામાં આવ્યો છે. આના થોડા સમય પછી જ બતાવવામાં આવ્યું છે કે શેખરની પત્ની કરીના કપૂર એટલે કે સોનિયા તેના પતિની અસ્થિનું વિસર્જન કરતી દેખાઈ રહી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાનનું વાસ્તવિક પાત્ર શેખર છે, જે ગેમિંગ પ્રોગ્રામર તરીકે કામ કરે છે. રમતમાં રા વનનું પાત્ર શેખરના પુત્ર પ્રતીકનો વિચાર છે.
શેખર રા વન તૈયાર કરે છે, પરંતુ તે પછી તે લ્યુસિફરની આઈડી કાઢી નાખવા માંગતો હતો, જે ખરેખર શેખરના પુત્રની આઈડી છે. આ સમય દરમિયાન ‘રા વન’ શેખરની હત્યા કરે છે. થોડા સમય પહેલા એવા અહેવાલ મળ્યા હતા કે દિગ્દર્શક અનુભવ સિંહા તેમની સાન્ટિફિક ફેન્ટસી ફિલ્મ રા.વનની સિક્વલ બનાવવાનું વિચારી રહ્યા છે. તેમણે કહ્યું હતું. શાહરૂખ આ વાતને ખૂબ સારી રીતે સમજે છે કે કોઈ પણ સાઈન્ટિફિક ફેન્ટસી બનાવવી સરળ નથી.