શાહરૂખ ખાનના બંગલા મન્નતની પાસેની બિલ્ડિંગમાં આગ લાગતા ૧નું મોત
મુંબઇ, બોલિવૂડના કિંગ એટલે કે શાહરૂખ કાનના ઘરની પાસે જ થઇ એક ભયાનક ઘટના. મુંબઇમાં બાંદ્રા સ્થિતિ એક બિલ્ડિંગના ફ્લેટમાં ગુરુવારે સવારે સાત વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી. આ બિલ્ડિંગ અભિનેતા શાહરૂખ ખાનના બિલ્ડિંગ મન્નતની પાસે જ છે. આ ઘટનામાં એક યુવતીનું મોત થયું છે. અને એક મહિલા ઇજાગ્રસ્ત થઇ છે. જો કે કયા કારણો સહ આ દુર્ધટના થઇ તે હજી જાણી નથી શકાયું.
બિલ્ડિંગના એક ફ્લેટમાં થયેલી દુર્ધટના વિષે એટલું જાણવા મળ્યું છે કે આગ લાગવાથી ફ્લેટમાં હાજર ૨૦ વર્ષની એક યુવતીની મોત થઇ ગઇ છે. રિપોર્ટ મુજબ આ દુર્ધટનામાં અન્ય એક મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. તે ૯૦ ટકા બળી છે. અને ભાભા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
બીએમસીના અધિકારીએ મીડિયાને જણાવ્યું કે ફ્લેટમાં આગ તે બિલ્ડિંગ ૬ માળની હતી અને અપાર્ટમેન્ટના ટોપ ફ્લોરમાં આગ લાગી હતી. વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ આ ઘટના થઇ હતી. જો કે હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અને ફ્લેટમાં આટલી ભયાનક આગ કેવી રીતે લાગી તે મામલે તપાસ ચાલી રહી છે.