શાહરૂખ ખાને ફેન માટે લાઈવ સેશન આસ્ક યોજ્યું
મુંબઈ: બોલિવુડ એક્ટર શાહરૂખ ખાને હાલમાં જ ટિ્વટર પર પોતાના ફેન માટે લાઈવ સેશન આસ્ક એસઆરકે યોજ્યું હતું. આ વચ્ચે અભિનેતાના લાખો-કરોડો ફેન્સે આ તકનો ફાયદો ઉઠાવીને ટિ્વટર પર અભિનેતાને ફિલ્મથી લઈને ગૌરી ખાનના જન્મદિવસ પર ગિફ્ટ આપવા સુધીના અનેક સવાલ પૂછ્યા હતા. જોકે, શાહરૂખ ખાને પોતાના ફેન્સ દ્વારા પૂછાયેલા સવાલનો જવાબ આપ્યો છે.
શાહરૂખ ખાનના સવાલ કરતા એક યૂઝરે લખ્યું કે, ભાઈ તમે મન્નત બંગલો વેચવાના છો કે?
આ વચ્ચે એક યૂઝરે અભિનેતાથી તેમના આલિશાન બંગલા મન્નતને વેચવા વિશે પૂછ્યું. શાહરૂખ ખાનના સવાલ કરતા એક યૂઝરે લખ્યું કે, ભાઈ તમે મન્નત બંગલો વેચવાના છો કે? આ સવાલનો જવાબ આપતા શાહરૂખ ખાને લખ્યું કે, ભાઈ મન્નત વેચાતી નથી, માથુ ઝૂકાવીને માંગવામાં આવે છે. યાદ રાખતો લાઈફમાં કંઈ પણ મેળવી શકો છો.
લગ્નના ૨૯ વર્ષ પૂરા થવા પર ગૌરી ખાન મેમને શું ગિફ્ટ કર્યું.
અભિનેતાનો જવાબને વાંચ્યા બાદ ટિ્વટર પર ફેન્સ શાહરૂખ ખાનના જોરદાર વખાણ કરી રહ્યાં છે. આ વચ્ચે બીજા યુઝરે લખ્યું કે, લગ્નના ૨૯ વર્ષ પૂરા થવા પર ગૌરી ખાન મેમને શું ગિફ્ટ કર્યું. શાહરૂખ ખાને રિપ્લાય આપતા લખ્યું કે, હું મારા જીવનની સૌથી મોટી ગિફ્ટને હુ શું ગિફ્ટ આપી શકું છું. શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યાં છે.
શાહરૂખ ખાને હાલમાં જ સાઉથના ફેમસ ડાયરેક્ટર અત્લી કુમાર કુમારની ફિલ્મ સાઈન કરી છે.
રિપોર્ટસની માનીએ તો, શાહરૂખ ખાન જલ્દી સિદ્ધાર્થ આનંદની અપકમિંગની ફિલ્મ ‘પઠાણ’ જ્હોન અબ્રાહમની સાથે મહત્વના પાત્રમાં નજર આવશે. તો અભિનેતાની પાસે ફેમસ ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની સોશિયલ કોમેડી ફિલ્મ છે. હાલના રિપોર્ટસની માનીએ તો શાહરૂખ ખાને હાલમાં જ સાઉથના ફેમસ ડાયરેક્ટર અત્લી કુમાર કુમારની ફિલ્મ સાઈન કરી છે.
આ ફિલ્મમાં શાહરૂખ બાપ-દીકરાની ડબલ ભૂમિકા ભજવતા જોવા મળશે. જોકે, શાહરૂખ ખાને પોતાના કોઈ પણ પ્રોજેક્ટને લઈને હજી સુધી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી.