Western Times News

Gujarati News

શાહરૂખ ખાન અને ગૌરીના લગ્નના ૨૯ વર્ષ પૂરા થયા

મુંબઈશાહરૂખ ખાન અને ગૌરીની લવ સ્ટોરી લોકો માટે એક ઉદાહરણ છે. ૨૫ ઓક્ટોબર તેમના લગ્નને ૨૯ વર્ષ પૂરા થયા છે. ગૌરીને ઈમ્પરેસ કરવાથી લઈને તેના પરિવારના સભ્યોને સમજાવવા સુધી શાહરૂખ ખાને ઘણા પાપડ વણવા પડ્યા છે. શાહરૂખે ઘણી વાર પોતાની કેમેરા સામે સંભળાવી ચૂક્યા છે. તેમણે એક વાર ડેટિંગ વખની એક મજેદાર ઘટના જણાવી હતી. શાહરૂખ ખાન અને ગૌરીની લવ સ્ટોરી કોઈ બોલીવુડની ફિલ્મ સ્ટોરીથી કમ નથી. બંને માટે સાથે રહેવું ખૂબ મુશ્કેલ હતું

ગૌરી ૧૪ વર્ષનીહતી ત્યારે શાહરુખ મળ્યો હતો
પરંતુ શાહરૂખે અંત સુધી હાર માની નહોતી. શાહરૂખ ખાન અને ગૌરી એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. તે સમયે ગૌરી ૧૪ વર્ષની હતી. શાહરૂખ તે સમયે ૧૮ વર્ષનો હતો. આ મુલાકાત માત્ર ૫ મિનિટની હતી. ગૌરી સાથેની પહેલી પોતાની મુલાકાતથી શાહરૂખ પ્રભાવિત થઈ ગયા હતા. જ્યારે તેમણે ગૌરીને ડાન્સ કરવાનું કહ્યું ત્યારે ગૌરીએ કહ્યું હતું કે તે તેના બોયફ્રેન્ડની રાહ જોઈ રહી છે. પરંતુ જ્યારે શાહરૂખે થોડી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ગૌરી તેમના ભાઈની રાહ જોઈ રહી હતી,

અભિનેતા શાહરૂખ ખાન ને ગૌરી કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા અને આ મુલાકાત માત્ર પાંચ મિનિટની હતી
તેણીએ ખોટું બોલ્યું હતું. શાહરૂખ ખાન એ જાણીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા કે ગૌરીને બોયફ્રેન્ડ નથી. બાદમાં તેમણે ઝડપથી ગૌરીનો નંબર મેળવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ નંબર મેળવ્યા બાદ શાહરૂખે ગૌરીને ફોન કર્યો હતો. ગૌરીએ ફોન ઉપાડ્યો અને પૂછ્યું, કોણ બોલે છે? ત્યારે શાહરૂખે કહ્યું, મને પણ તમારો ભાઈ માનો. આ સાંભળીને ગૌરી સમજી ગઈ કે શાહરૂખને તેના જૂઠાણાની ખબર પડી ગઈ છે. સાથે જ ઈનડાયરેક્ટલી ગર્લફ્રેન્ડ બનવાનું કહેવાની આ રીતથી તે ઈમ્પ્રેસ પણ થઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.