શાહરૂખ ખાન અને ચંકી પાંડે વચ્ચેની મિત્રતા ઘણી ગાઢ છે
મુંબઈ, ડ્રગ્સ કેસમાં દીકરા આર્યન ખાનની ધરપકડ થયા બાદ શાહરૂખ ખાન મુશ્કેલીમાં છે. ઈન્ડસ્ટ્રીના મોટાભાગના સેલેબ્સ પરીક્ષાની ઘડીમાં બોલિવુડના બાદશાહના સપોર્ટમાં છે.
શાહરૂખ ક્યારેય તેમને મદદ કરનારા લોકોને ભૂલતો નથી. તે જ્યારે બોલિવુડમાં નવો-નવો હતો ત્યારે તે સમયે ઘણા લોકોએ તેને સાથ આપ્યો હતો અને પડખે ઉભા રહ્યા હતા. તેમાંથી જ એક છે ચંકી પાંડે. ખૂબ ઓછા લોકોને જાણ હશે કે શાહરૂખ જેટલો સલમાનને તેનો પાક્કો મિત્ર માને છે, તેનાથી ઘણો વધારે ચકી પાંડે અને તેના પરિવારને માને છે. શાહરૂખે જ એકવાર કહ્યું હતું કે, ચંકી પાંડે તેનો પાક્કો મિત્ર છે અને સૌથી ઉપરના સ્થાન પર છે.
આ જ પ્રકારની મિત્રતા ચંકી અને શાહરૂખના બાળકોમાં જાેવા મળે છે. ચંકી પાંડેની દીકરી અનન્યા પાંજે અને શાહરૂખની દીકરી સુહાના બેસ્ટ ફ્રેન્ડ છે. સુહાના જ નહીં આર્યન ખાન પણ તેનો સારો મિત્ર છે. આર્યન ખાન જે ડ્રગ્સ કેસમાં ફસાયો છે તેમાં અનન્યાનું નામ પણ સામે આવ્યું છે. આ સ્થિતિમાં પણ ચંકી પાંડેના પરિવારે શાહરૂખ ખાનનો સાથ છોડ્યો નથી.
શાહરૂખ ખાન અને ચંકી પાંડેની મિત્રતાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે કિંગ ખાન કરિયર બનાવવા માટે ૮૦ના દશકામાં મુંબઈ આવ્યો હતો. તે સમયે ચંકી પાંડે પોતાની ઓળખ બનાવી ચૂક્યો હતો. શાહરૂખે જણાવ્યું હતું કે, ચંકીએ પોતાના ઘરમાં તેને આશરો આપ્યો હતો અને સ્ટ્રગલના દિવસોમાં તે તેના ઘરે જ રહ્યો હતો.
ચંકી પાંડે જ્યાં પણ જતો હતો ત્યાં શાહરૂખને સાથે લઈ જતો હતો. તે ઈન્ડસ્ટ્રીના લોકો સાથે તેની મુલાકાત કરાવતો હતો. શાહરૂખે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ચંકી પાંડેના કારણે જ તે ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી શક્યો અને આ કારણથી તે તેનો ઋણી રહેશે. શાહરૂખે ચંકીના વખાણ કર્યા હતા અને તેને બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યો હતો. શાહરૂખની પત્ની ગૌરી અને ચંકીની પત્ની ભાવના વચ્ચે પણ મિત્રતા છે.SSS