શાહરૂખ પુત્ર આર્યનને જામીન આપવા મુંબઈ કોર્ટનો ઈનકાર
મુંબઈ, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધી હતી. આ દરમિયાન આર્યન ખાન છેલ્લા સાત દિવસથી અન્ય આરોપીઓ સાથે મુંબઈના એનસીબીના કાર્યાલયમાં વિતાવ્યા હતા. આર્યન ખાનના એનસીબી રિમાન્ડ મેળવવા માગતી હતી.
એનસીબીની દલિલ હતી કે મામલાની તપાસ જારી છે એને લીધે આર્યન ખાન સહિતના અન્ય લોકોની કસ્ટડી હોવી જરૂરી છે. આર્યન ખાનાના વકીલ સતીશ માનેશિંદેની દલિલ હતી કે મુક્ યઆરોપી પકડાવા સુધી તેમના અસીલને કસ્ટડીમાં રાખી ન શકાય.
બન્ને પક્ષોની દલિલ સાંભળ્યા બાદ કોર્ટે આર્યન ખાન સહિત ન્ય સાત આરોપીઓને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા હતા. આર્યન ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી દેતાં તેમે જેલમાં રહેવું પડશે.
એનસીબીના વકીલે કોર્ટમાં એવી દલિલ કરી હતી કે આ મામલમાં અનેક પ્રભાવશાળી લોકો સંકળાયેલા હોઈ એવી સ્થિતિમાં આર્યનના જેલની બહાર રહેવાથી તે કેસની તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે. શાહરૂખ ખાના પુત્ર આર્યન ખાને વકીલના માધ્યમથી કોર્ટને જણાવ્યું કે તે તપાસમાં સહકાર આપશે અને દેશ છોડીને નહીં જાય.SSS