Western Times News

Gujarati News

શાહિદે બોલિવૂડમાં એન્ટ્રી કરી ત્યારે મીરા ૭ વર્ષની હતી

મુંબઈ, બોલિવૂડના ચોકલેટી હીરો તરીકે જાણીતા એક્ટર શાહિદ કપૂરે ૨૦૦૩માં આવેલી ફિલ્મ ઈશ્ક વિશ્કથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં તેણે રાજીવ માથુર નામના કોલેજ સ્ટુડન્ટનો રોલ કર્યો હતો. જ્યારે ઈશ્ક વિશ્ક ફિલ્મ રિલીઝ થઈ ત્યારે શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂત માત્ર ૭ વર્ષની હતી! અહીં નોંધનીય છે કે શાહિદ કપૂર અને મીરાં રાજપૂતે ૨૦૧૫માં લગ્ન કર્યા છે અને તેઓ બંને વચ્ચે ઉંમરમાં ૧૩ વર્ષનો તફાવત છે.

માર્ચ ૨૦૧૫માં એક્ટર શાહિદ કપૂરે તેના કરતા ઉંમરમાં ૧૩ વર્ષ નાની મીરાં રાજપૂત સાથે લગ્ન કર્યા. કપલે તારીખ ૭ જુલાઈ, ૨૦૧૫ના દિવસે ગુરુગ્રામમાં લગ્ન કર્યા હતા. તેઓના સંતાનમાં દીકરી મિશા અને દીકરો ઝેન છે. અહીં નોંધનીય છે કે બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને મીરાં કપૂરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સ્વીટ કપલ તરીકે માનવામાં આવે છે.

શાહિદ અને મીરાંના લગ્ન અરેન્જ્ડ હતા, તેઓ લગ્ન પહેલા એકબીજાને જાણતા પણ નહોતા! શાહિદ અને મીરાંની દીકરી મિશાનો જન્મ ઓગસ્ટ ૨૦૧૬માં થયો જ્યારે દીકરા ઝેનનો જન્મ સપ્ટેમ્બર ૨૦૧૮માં થયો. શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં રાજપૂતની ઉંમરમાં ૧૩ વર્ષનો તફાવત છે.

શાહિદ કપૂરનો જન્મ તારીખ ૨૫ ફેબ્રુઆરી, ૧૯૮૧ના રોજ થયો જ્યારે મીરાં રાજપૂતનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૯૪ના રોજ થયો. એક્ટર શાહિદ કપૂરની ડેબ્યુ ફિલ્મ ઈશ્ક વિશ્ક રિલીઝ થઈ ત્યારે મીરાં રાજપૂતની ઉંમર માત્ર ૭ વર્ષ હતી. ત્યારે મીરાંએ શાહિદની ફિલ્મ જાેઈ નહોતી અને એવું પણ કહ્યું હતું કે તેને શાહિદની જૂની ફિલ્મો જાેવી પસંદ છે.

મીરાં રાજપૂતે એવું પણ કહ્યું હતું કે તેને શાહિદ કપૂરની ફિલ્મ ચુપ ચુપ કે ખૂબ પસંદ છે. અહીં નોંધનીય છે કે વર્ષ ૨૦૦૪માં ફિલ્મ ‘ફિદા’ના શૂટિંગ વખતે શાહિદ કપૂર અને કરીના કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાએ જાેર પકડ્યું હતું.

તેઓના કિસ કરતા ફોટોગ્રાફ્સ પણ વાયરલ થયા હતા! પણ, ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘જબ વી મેટ’ બાદ તેઓ અલગ થઈ ગયા હતા. જાે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર છેલ્લે ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘કબીર સિંહ’માં જાેવા મળ્યો હતો. હવે તે ફિલ્મ ‘જર્સી’માં જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.