શાહિદ કપૂર “દિલ તો પાગલ હૈ” માં બ્રેકગ્રાઉન્ડ ડાંસર હતો
મુંબઈ, શાહિદ કપૂર બોલીવુડના એ એક્ટર્સમાં સામેલ છે જે પોતાની એક્ટિંગના દમ પર આગળ આવ્યો છે. પોતાના પાત્ર સાથે પ્રયોગ કરીને એને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કરતો શાહિદ કપૂર બોલીવુડમાં પોતાનું એક સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પત્ની મીરા રાજપૂત સાથેના ફોટા અને વીડિયો શેર કરતો અભિનેતા આજકાલ એની આવનારી ફિલ્મ જર્સીને લીધે ચર્ચામાં છે.
એની દરેક આવનારી ફિલ્મ માટે એના ફેન્સ હમેશા રાહ જાેઇને બેઠા હોય છે. જાેકે બહુ ઓછા લોકો જાણતાં હશે કે શાહિદ કપૂરે બોલીવુડની કારકિર્દીની શરૂઆત એક હીરો તરીકે નહીં પરંતુ બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે કરી હતી. શાહિદના સંઘર્ષ સાથે એક કિસ્સો એવો જાેડાયેલા છે જેને જાણીને એના ફેન્સ કરિશ્મા કપૂર પર ગુસ્સે પણ થઇ શકે છે.
એક્ટિંગ અને ડાંસ સ્કિલમાં માહિર શાહિદ કપૂરના ડાંસને લીધે કરિશ્મા કપૂર એની પર ખૂબ જ ગુસ્સે થઇ ગઇ હતી. કારણ કે શાહિદને લીધે કરિશ્માએ એક ગીતમાં ૧૫ રીટેક લેવા પડ્યા હતા. શાહિદ કપૂર અને કરીના કપૂરની લવસ્ટોરીને એમના ફેન્સ ક્યારેય નહીં ભૂલી શકે. એક સમય એવો હતો કે બંને કલાકાર ગળાડૂબ પ્રેમમાં હતા અને લગ્ન સુધી વાત પહોંચી ગઇ હતી.
કરીનાની મોટી બહેને અને પોતાના સમયથી દિગ્ગજ અભિનેત્રી કરિશ્મા કપૂરનું શાહિત કપૂર સાથે સુપર્બ બોન્ડિંગ છે, પરંચુ શાહિત એક શોમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં નવો આવ્યો ત્યારે કરિશ્મા કપૂર, માધુરી દીક્ષિત અને શાહરુખ ખાનની ફિલ્મ દિલ તો પાગલ હૈમાં બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે કામ મળ્યું હતું.
શાહિદ એ સમયે નવો કલાકાર હતો એટલે ડાંસના પરફેક્ટ સ્ટેપ્સ લેવામાં નબળો પડતો હતો. કરિશ્મા આ કારણે હેરાન થઇ ગઇ હતી અને પાછળ વળીને ગુસ્સામાં બોલી ઉઠી હતી કે કોણ છે જે વારંવાર ભૂલ કરી રહ્યું છે. કરિશ્માએ શાહિદ કપૂરના લીધે ૧૫ રીટેક લેવા પડ્યા હતા. શાહિદે એવો ખુલાસો પણ કર્યો હતો કે, એ કરિશ્માથી એટલી હદ સુધી ડરી ગયો કે એની સામે નહોતો આવ્યો.
જાેકે આ કિસ્સા પછી શાહિદ કપૂરને ઇશ્ક વિશ્કમાં લીડ રોલ મળ્યો હતો અને આજે શાહિદ કપૂરનું નામ અને કામ બોલીવુડના ટોપ એક્ટર્સના લિસ્ટમાં સામેલ છે. શાહિદ કપૂરની અપકમિંગ મૂવી જર્સી ૩૧ ડિસેમ્બરે રીલિઝ થવાની હતી, પરંતુ ઓમિક્રોનના વકરતાં સંક્રમણને લીધે ફિલ્મને રીલિઝ થતાં રોકી લેવામાં આવી છે. હવે મેકર્સ આ ફિલ્મને સીધી OTT પર રીલિઝ કરવાનું વિચારી રહ્યા છે.SSS