શાહિનબાગના પ્રદર્શનકારીઓના પૂર્વજોએ ભારતના ટૂકડા કર્યા : યોગી આદિત્યનાથ
દિલ્હીની ચૂંટણીમાં હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને BJPના ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથની એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે શનિવારે દિલ્હીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. જેવા નિવેદનો માટે તેઓ ઓળખાય છે તેવી રીતે જ તેમને શરૂઆત કરી છે. તેમણે અરવિંદ કેજરીવાલ પર પણ પ્રહાર કર્યા. શાહીનબાગમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, શાહીનબાગમાં પ્રદર્શન કરનારાના પૂર્વજોએ ભારતના ટુકડા કર્યા હતા.
યોગા આદિત્યનાથે દિલ્હીના કરાવલ નગરમાં જનસભાને સંબોધિત કરતા દિલ્હીના શાહીનબાગમાં વિરોધ કરી રહેલા લોકોને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, શાહીનબાગના ધરણા નાગરિકતા કાયદાને લઈને નથી, તે ધરણા આ વાતને લઈને છે કે, ભારત દુનિયામાં એક તાકત તરીકે કેવી રીતે ઉભરી રહ્યું છે. તેમને ગુસ્સે તે વાતનો છે કે, તેમના પૂર્વજોએ ભારતના ભાગલા કર્યા હતા. પરંતુ આજે ભારત ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ કેવી રીતે બની રહ્યું છે. તેમના પૂર્વજોએ ભારતની આન-બાન-શાન સાથે હંમેશા રમત રમી છે