શાહિબાગ મેન્ટલ હોસ્પીટલમાં મહિલા દર્દીની આત્મહત્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ દરમ્યાનમાં શહેરમાં વધુ ચાર આત્મહત્યાની ઘટનાઓ બનતા પોલીસ અધિકારી સતર્ક બની ગયા છે. આત્મહત્યાનો પ્રથમ બનાવ ઈસનપુર વિસ્તારમાં બન્યો છે. ઈસનપુરમાં આવેલી કંકુબા સ્કુલ પાસેની કાશી વિશ્વનાથ સોસાયટી વિભાગ-રમાં રહેતા અજયભાઈ પરમાર નામના ૩પ વર્ષના યુવકે કોઈ અગમ્ય કારણોસર રસોડામાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
પરિવારના સભ્યો ખુબ જ વ્યથિત બની ગયા હતા. આ અંગેની જાણ ઈસનપુર પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઈને અજયભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે પરિવારની પૂછપરછ કરી રહી છે.
આત્મહત્યાનો એક ચોંકાવનારો બનાવ શાહિબાગ વિસ્તારમાં બન્યો છે. ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં રહેતી અરૂણાબેન દયાશંકર મૂળીયા નામની રર વર્ષની યુવતિ શાહીબાગ મેન્ટલ હોસ્પીટલ મહિલા વોર્ડમાં સારવાર માટે દાખલ થઈ હતી. હોસ્પીટલમાં તેની સારવાર ચાલતી હતી. આ દરમ્યાનમાં માનસિક રીતે વ્યથિત અરૂણાબેને હોસ્પીટલમાં જ સાંજના સમયે બારીના સળીયા સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
મહિલા દર્દીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર હોસ્પીટલમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી. આ અંગેની જાણ માધુપુરા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ યુવતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ અંગેની તેના પરિવારજનોને પણ કરવામાં આવી હતી. આત્મહત્યાનું કારણ જાણવા શાહીબાગ પોલીસે હોસ્પીટલના સ્ટાફની પણ પૂછપરછ કરી હતી. પરંતુ કારણ હજુ જાણવા મળ્યુ નથી. આ અંગે શાહીબાગ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાનો ત્રીજા બનાવ વ†ાલ વિસ્તારમાં બનવા પામ્યો છે. જેમાં વસ્ત્રાલમાં તળાવ પાસે આવેલા કૃષ્ણા હેરિટેઝમાં રહેતા અમૃતાબેન ચિરાગભાઈ પંડયા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ઝેરી દવા પી લેતા પરિવારજનોએ બુમાબુમ કરી મુકી હતી. જા કે અમૃતાબેનનું મૃત્યુ નિપજયુ હતુ. આ અંગેની જાણ રામોલ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ર૮ વર્ષની પરિણીતાએ આત્મહત્યા કરી લેતા પોલીસ અધિકારીઓ સતર્ક બની ગયા હતા અને સમગ્ર ઘરની તલાશી પણ લેવામાં આવી હતી.
આ ઉપરાંત પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ આત્મહત્યાનું કારણ જાણવા મળ્યુ નહોતુ. આ અંગે રામોલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનો ચોથો બનાવ દાણીલીમડામાં બનવા પામ્યો છે.
ચિમનભાઈ પેન્ટર્સની ચાલીમાં રહેતા મોહમ્મદ અમીન નામના યુવાને તેની બહેનને મેસેજ કર્યો હતો અને કહ્યુ હતુ કે માતાનું ધ્યાને રાખજે, તે દુનિયા છોડી જઈ રહ્યો છે.આ મેસેજ કર્યા બાદ મોહમ્મદ અમીને પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનું કારણ જાણવા દાણીલીમડા પોલીસે પરિવારજનોની તપાસ હાથ ધરી છે. પરંતુ આ આત્મહત્યાનું સાચુ કારણ જાણવા મળ્યુ નથી.