Western Times News

Gujarati News

શાહીન બાગ : પ્રદર્શન માટે માર્ગો જામ કરી શકાય નહીં

Files Photo

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે શાહીન બાગ મામલાની સુનાવણી ૧૭મી ફેબ્રુઆરી સુધી ટાળી દીધી હતી. શાહીન બાગમાં છેલ્લા બે મહિનાથી નાગરિક સુધારા કાનુનની સામે જારદાર વિરોધ પ્રદર્શન જારી છે. છેલ્લા કેટલાક સમયથી જારી વિરોધ પ્રદર્શનવાળી અરજીઓ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કોઇ વચગાળાનો આદેશ તો આપ્યો ન હતો.

જા કે એટલી ટિપ્પણી ચોક્કસપણે કરી હતી કે કોઇ જાહેર જગ્યાને પ્રદર્શન માટે જામ કરી શકાય નહીં. કોર્ટ દ્વારા આ મામલાની વધુ સુનાવણી હવે ૧૭મી ફેબ્રુઆરીના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રદર્શનમાં માસુમ બાળકોને લાવવાના મુદ્દા ઉપર સવાલ ઉઠાવ્યા હતા. પ્રદર્શનમાં બાળકોના મોત થવાની સ્થિતિમાં  સુપ્રીમ કોર્ટે આની નોંધ લીધી હતી. શાહીન બાગ પ્રદર્શનમાં ચાર મહિનાના બાળકનું ઠંડીના કારણે મોત થઇ ગયું હતું. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આ ખુબ જ કમનસીબ બાબત છે કે, ચાર મહિનાના બાળકનું મોત થઇ ચુક્યું છે.

આ ઉપરાંત શાહીન બાગની ત્રણ મહિલાઓએ પણ પોતાની તરફેણમાં રજૂઆત કરવાની માંગ કરી હતી. ત્રણ મહિલાઓએ પોતાના વકીલ મારફતે રજૂઆત કરી હતી કે, જ્યારે ગ્રેટા દ્વારા દેખાવ કરાયા હતા ત્યારે તે પણ માસૂમ બાળકી હતી. ચીફ જસ્ટિસ  બોબડેએ કહ્યું હતું કે, કોઇ બાળકને સ્કુલમાં પાકિસ્તાની કહેવામાં આવ્યું હતું તે કોર્ટ સમક્ષ વિષય નથી.

અમે આ સમયે એનઆરસી, એનપીએ અથવા કોઇ બાળકને પાકિસ્તાની કહેવાના મામલામાં સુનાવણી કરી રહ્યા નથી. કોર્ટ જુદી જુદી બાબતોને માન આપે છે પરંતુ ચાર મહિનાના બાળક પોતે દેખાવ કરવા કઈરીતે જઈ શકે છે. જસ્ટીસ એસકે કૌલ તેમજ જસ્ટીસ કેએમ જાસેફની બનેલી બેંચે કહ્યુ હતુ કે ૫૮ દિવસથી જાહેર જગ્યાએ પ્રદર્સન કરવામાં આવી રહ્યુ છે. વિરોધ કરી શકાય છે પરંતુ આના માટે જાહેર જગ્યાનો ઉપયોગ કોઇ કિંમતે કરી શકાય નહી. જસ્ટીસ એસ કે કોલે ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે માર્ગોને પ્રદર્શન માટે જામ કરી શકાય નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.