શાહીબાગઃ પેટ્રોલમાં ગેરરીતી થતાં વાહનચાલકનો હોબાળો
અમદાવાદ, શાહીબાગ ખાતે છેવર કોમ્પ્લેક્ષ નજીક આવેલાં પેટ્રોલ પંપમાં પેટ્રોલની ગેરરીતી થતાં વાહનચાલકે હોબાળો મચાવ્યો હતો. વાહન ચાલક બાલમુકુંદભાઈએ આજે સવારે એક્ટીવાન ૫ લિટરની ટાંકી ફુલ કરાવી હતી. જે ખાલી જણાતાં ચકાસવા માટે વધુ એક લિટર પેટ્રોલ નખાવતાં કર્મચારીએ તે પણ નાંખ્યું હતું. જેથી ૫ લિટરની ટાંકીમાં ૬ લિટર પેટ્રોલ કેવી રીતે આવ્યું કહી મેનેજરનો ઊધડો લીધો હતો. આ અંગે સમગ્ર મામલો શાહીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.