શાહીબાગઃ બે મિત્રોનાં હાથમાંથી ફોનની ચીલઝડપ
(પ્રતિનિધિ)અમદાવાદ, શાહીબાગમાં નોકરી પતાવી ઘરે પરત ફરી રહેલાં બે યુવાનોનાં હાથમાંથી મોબાઈલ ફોન છીનવી તસ્કરો ફરાર થયાની ઘટના બની છે. આ અંગેની વિગત એવી છે કે કરણ વણઝારા તથા તેનો મિત્ર હરીશ વણઝારા (બંને રહે.ચીમલાલ માસુખરામની ચાલી, મેઘાણીનગર) રવિવારે સાંજે રાયપુર ખાતે નોકરી પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. શટલમાંથી ઉતરી બંને મિત્રો ચાલતાં ચાલતાં ચામુંડા બ્રીજ ઉતરતાં હતા. ત્યારે મોટર સાયકલ ઉપર બે શખ્સો આવ્યા હતા. કરણ તથા હરીશનાં હાથમાંથી મોબાઈલ ફોનની ચીલઝડપ કરી પોલીયા ચાર રસ્તા તરફ ફરાર થયા હતા. બે મિત્રોનાં મોબાઈલની ચીલઝડપ થયા બાદ તેમણે તુરંત શાહીબાગ પોલીસને આ ઘટનાની જાણ કરી ફરીયાદ નોંધાવી છે.