શાહીબાગની ટ્રાફિક ચોકીમાંથી મેમોબુકની ચોરી
(એજન્સી) અમદાવાદ, શાહીબાગમાં આવેલી ટ્રાફિક ચોકીમાં કોઈ અજાણ્યા શખ્સેો ઘુસીને ટ્રાફિક મેમો બુક સહિત ૮ હજારની મતાની ચોરી કરી ગયા છે. આ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે એસીપી પ્રકાશ પ્રજાપતિના વસ્ત્રાપુર સ્થિત મકાનમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા.
એલ.ડીવીઝનના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ મગનભાઈ શાહીબાગ અંડરબ્રિજ બીટમાં ફરજ બજાવે છે. તેઓને વહેલી સવારની ડ્યુટી હોવાથી તેમની સાથેના ટીઆરબી જવાન અને અન્ય પોલીસના માણસો સાથે તેઓ ફરજ ઉપર આવ્યા હતા. શુક્રવારે સવારે તેઓ તેમના માણસો સાથે શાહિબાગ સર્કલ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ ઉપર હાજર હતા ત્યારે અડરપાસ ટ્રાફિક ચોકીનો દરવાજાે ખુલ્લો હતો અને લોખંડની પેટી ગાયબ હતી.
આથી તેમણે પીએસઆઈ વી.બી. ચૌહાણને આ અંગે જાણ કરી હતી. આ પેટીમાં ર મેમો બુક હતી. જ્યારે એક સરકારી બુલેટની લોગબુક પણ તેમાં હતી. અન સાથે એક સરકારી વાયરલેસ સેટ અને તેનું ચાર્જર હતુ. આ તમામ વસ્તુઓ લઈને ચોર ફરાર ગઈ ગયો હતો.