શાહીબાગમાં અજાણ્યા ઈસમો દ્વારા જવલંત પ્રવાહી છાંટી મકાન સળગાવવાનો પ્રયાસ
અમદાવાદ : શહેરમાં પોશ વિસ્તારમાં સમા શાહીબાગની સોસાયટીમાં આવેલા એક મકાનને બે અજાણ્યા ઈસમો દ્વારા સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બહાર આવી છે બે શખ્શોએ જવલનશીલ પદાર્થનો ઉપયોગ કર્યો હતો બીજી તરફ મકાન માલિક ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા હોઈ મકાન બંધ હોવાથી કોઈ મનહાનિ થઈ નથી. આ ઘટનાની વિગત એવી છે કે મૌલીકભાઈ પટેલ પોતાનાં પરીવાર સાથે ઓસ્ટ્રેલિયામા સ્થાયી થયા છે તેમનું મકાન શાહીબાગાની ઉત્તર ગુજરાત સોસાયટી વિભાગ – ૨માં આવેલુ છે.
શનિવારે સવારે મૌલિકભાઈના પત્ની શીતલબેને તેમના પાડોશીઓએ ફોન કરીને તેમનુ ઘર સળગ્યુ હોવાની જાણ કરી હતી જેથી આ અંગે શીતલબેન પાટણ જતે રહેતા નણંદ યોગીની બેનને ફોન કરીને આ અંગે જાણ કરતા તે તાત્કાલિક અમદાવાદમા આવ્યા હતા અને ઘર તપાસ મુખ્ય દરવાજા તથા ઈલેકટ્રીકનું મીટર તથા વાયરીંગ સળગેલી હાલતમાં મળ્યુ હતુ.
મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસતા શનિવારે વહેલી સવારે ૩ થી ૪ વાગ્યાના ગાળામાં બે અજાણ્યા શખ્શો જવલન શીલ પ્રવાહી મકાન ઉપર છાંટી હતુ જે કે યોગીની બહેન તેમને ઓળખી શકયા નહોતા આ ઘટના બાદ તુરંત તેમે શાહીબાગ પોલીસનો જાણ કરી હતી જેથી પોલીસે ઘટના પર પહોચી ફુટેજ મેળવ્યા બાદ પાડોશીયોના નિવેદન લીધા હતા જા કે હાલ સુધીમાં કોઈ ખાસ માહીતી મળી શકી નથી ઉલ્લેખનીય છે કે આ મકાન તેમણે ભાડેથી આપેલુ હતુ.