શાહીબાગમાં ઢોર પાર્ટી પર હુમલો
અમદાવાદ, શહીબાગ રખડતા ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટી ઉપર ચાર શખ્શોએ હમલો કર્યાની ફરીયાદ નોધાઈ છે. કોર્પોરેશનમાં સેનેટરી સબ ઈન્સપેક્ટર બપોરે એક વાગ્યે અસારવા નિલકંઠ મહાદેવની ચાલી આગળ ઢોર પકડવાની કાર્યવાહી કરતા હતા ત્યારે ઢોર માલિક જીગર દેસાઈ જયમીન રબારી રામાભાઈ રબારી તથા ભીખીબેન રબારી તેમની કાર્યવાહીમાં વિક્ષેપ કર્યો હતો બાદમા તેમણે ઉશ્કેરાઈને ઢોર પકડતાં મજુરો પણ લાકડીઓ વડે હુમલો કરતા મજુરો ઘાયલ થયા હતા સબ ઈન્સ્પેક્ટર રમેશભાઈ નાયીએ તેમને અટકાવવાનો પ્રયાસ કરતા ચારેય એ એકત્ર થઈ તેમની સાથે પણ ઝઘડો કરતા છેવટે રમેશભાઈ પોલીસને જાણ કરી તેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.