શાહીબાગમાં યુવકને તલવાર બતાવી કેમેરા તથા રોકડની લૂંટ
અમદાવાદ: સિવિલ હોસ્પિટલ નજીક નાસ્તો કરવા બેઠેલાં યુવાન સાથે બબાલ કરીને તેનો કેમેરો લુંટી જવાની ઘટના બની છે. ચારથી પાંચ શખ્સોનું ટોળું લુંટ કરી ભાગવા જતાં યુવાને એકને પકડી લીધો હતો. જેને છોડાવવા અન્ય શખ્સો તલવારો લઈને આવ્યા હતાં. બાદમાં યુવાન પાસેથી રોકડની પણ લૂંટ ચલાવતાં ચકચાર મચી છે.
વિશાલ નારણભાઈ પટણી સરસપુર બોરડીવટનગર ખાતે રહે છે. વિડીયોગ્રાફી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. કેટલાંક દિવસો અગાઉ તે પોતાનો ઓર્ડર પતાવી રાત્રે શાહીબાગ સિવિલ હોસ્પિટલ નજીક લારી ઉપર નાસ્તો કરવા બેઠા હતા. એ સમયે ચારથી પાંચ શખ્સો અંદરોઅંદર ઝઘડતાં તેમની પાસે આવ્યા હતા. જેથી વિશાલભાઈએ તેમને દુર જવાં કહ્યું હતું.
જેથી આ શખ્સો તેમની સાથે ઝઘડવા લાગ્યા હતા. દરમિયાન એક શખ્સ તેમનો કેમેરો ઉઠાવી ભાગી ગયો હતો. બાદમાં અન્ય પણ ભાગવા જતાં વિશાલભાઈએ ચિરાગ નામનાં શખ્સને ઝડપી લીધો હતો. જા કે તે કંઈ કરે એ પહેલાં તમામ શખ્સો તલવાર લઈને ચિરાગને છોડાવવા પરત ફર્યા હતાં. અને તલવાર બતાવીને તેમની પાસેથી રોકડા રૂપિયા પણ લુંટી લીધા હતા. આ ઘટના બાદ વિશાલભાઈએ લુંટની ફરીયાદ નોંધાવતાં શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે. શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી