શાહીબાગમાં યુવકે વારંવાર બળાત્કાર ગુજારતાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો
શાહીબાગ પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે તાત્કાલીક આરોપીની કરેલી ધરપકડ |
અમદાવાદ : ભાઈ બહેનના સંબંધોને લાછન લગાડતી ઘટના તાજેતરમાં શહેરના શાહીબાગ વિસ્તારમાંથી મજુરી કામ કરતા પરીવાર એક દિકરીને તેના જ પિતરાઈ ભાઈએ ફસાવીને શારીરીક સંબંધો બાંધતા સગીર બાળકીએ નવજાત શિશુને જન્મ આપ્યો છે ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અવારનવાર ઘરે આવ જા કરતા હવસખોર યુવાને પોતાની જ બહેનને શિકાર બનાવતાં લોકો પણ તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે શાહીબાગ વિસ્તારમાં વસવાર કરતા અને મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા પરીવારની ૧૪ વર્ષીય બાળકી પણ મજૂરી કામ કરતી હતી દરમિયાન બાળકીનો પિતરાઈભાઈ ઘરે આવ જા કરતો હતો બંને ભાઈ બહેન થતાં કોઈ પરીવારના કોઈ સભ્યને આ ૨૧ વર્ષીય યુવાન પર શંકા ગઈ ન હતી જે પરિસ્થિનો લાભ ઉઠાવીને આ યુવાને પોતાની જ નાની બહેને ફસાવી હતી અને અવારનવાર તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો ઘણા સમય સુધી આ ઘટના બની હોવા છતા પરીવારના કોઈ સભ્યને જાણણ સુદ્ધા નહતી દરમિયાન બાળકીનો તબિયત થોડા સમય અગાઉ ખરાબ થતા તેની માતા તેને લઈને હોસ્પીટલે હોવાનું જણાવતાં માતાના પગ તળેથી ઘરતી ખસી ગઈ હતી
ચોકી ઉઠેલી માતાએ સમગ્ર ઘટના અંગે પરીવારને જાણ કરતા પરીવારના સભ્યો પણ ડઘાઈ ગયા હતા. આ અંગે બાળકીની પુછપરછ કરતા તેવો છેલ્લા એક વર્ષથી પિતરાઈ ભાઈ સાથે સંબંધો બાધ્યા હોવાનું કબુલ્યુ હતુ ૧૪ વર્ષીય સગીરાએ ૨૧ વર્ષનો પિતરાઈ અવાર નવાર ઘરે આવતો અને તેનાં દ્વારા પોતે ગર્ભવતી બની હોવાનું જણાવતા બંને પરીવારો હાહાકાર મચી ગયો હતો અને વાત વાયુવેગ આસપાસ ફેલાતા રહીશો પણ ચોકી ઉઠ્યા છે અને ભાઈ બહેનના સંબંધ લજવનારા પ્રત્યે ધ્રુણા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ બાળકીને અચાનક દુખાવો ઉપડ્યા બાદ હોસ્પીટલે લઈ જતા તેણે શિશુને જન્મ આપ્યો હતો
આ ઘટના બાદ સગીરાના પિતાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે સગીરા સાથે બનેલી ઘટનાને પગલે પોલીસે પણ ત્વરીત પગલા ભરીને યુવાને અટક કરી છે અને કાયદેસરની કાર્યવાહી આદરી છે સુત્રોના જણાવ્યાનુસાર પિતરાઈ પણ મજુરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
અંગે ઉલ્લેખનીય છે કે સમાજમાં કલંક સમાન આવી કેટલીય ઘટનાઓ બહાર આવતા હોય છે જેમાં ઘર પરિવારના જ કોઈ સભ્ય દ્વારા ડરાવી ધમકાવીને અથવા લાલચ આપીને બાળકીને યુવતીઓને ફસાવવામા આવે છે તથા તેમની સાથે વારવાર શારીરીક સંબંધ બાધવામાં આવે છે કેટલાક કિસ્સામાં ગભરાયેલી યુવતીએ કઈ બોલી ન શકતા વર્ષો સુધી હવસખોરીનો ભોગ બનતી રહે છે.