શાહીબાગ અને નારોલમાં મોબાઈલ ફોનની ચીલઝડપ
અમદાવાદ : તસ્કરોએ શહેરને બાનમાં લીધું હોય એમ તાજેતરની ઘટનાઓ પરથી લાગે છે. રોજે રોજ અમદાવાદનાં અલગ અલગ વિસ્તારોમાં ચીલઝડપની ઘટનાઓ બની રહી છે. પોલીસે કેટલાંક આરોપીઓને ઝડપી લીધા છતાં શાહીબાગ તથા નારોલ વિસ્તારમાં મોબાઈલ ચીલઝડપનાં કિસ્સા બન્યાં છે. નરેશભાઈ પરસોત્તમભાઈ શ્રીમાળી (મેઘાણીનગર) એરપોર્ટ ખાતે નોકરી કરે છે.
ગઇકાલે તેમની નોકરી પત્યા બાદ સાંજે સાત વાગ્યે સિવિલ હોસ્પિટલનાં ગેટ નં.૫ (shahibaug civil hospital gate no. 4, ahmedabad) પાસે પહોંચ્યા હતા. એ સમયે બસની રાહ જાતાં મહેશભાઈનાં હાથમાંથી એક્ટીવા પર આવેલાં બે શખ્સો મોબાઈલ ખેંચીને નાસી ગયા હતાં. અન્ય કિસ્સામાં નારોલ વટવા ટર્નીંગ પોઈન્ટ (Narol vatva turning point આગળ ઊભાં રહીને મોબાઈલ ફોન ઊપર વાત કરતાં ઈરફાન ઈસ્માઈલ શેખ (રહે.વટવા)નાં હાથમાંથી મોબાઈલની ચીલઝડપ કરી બે બાઈક ચાલકો અસલાલી તરફ ભાગી છૂટતાં તેમણે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.