શાહીબાગ પોલીસ સ્ટેડિયમથી રન ફોર યુનિટીનો આરંભ થશે
- મુખ્યમંત્રીશ્રી દ્વારા નાગરિકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવાશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ૩૧ ઑક્ટોબર ગુરૂવારે સવારે ૭ વાગ્યે અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય એકતા માટેની દોડ રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવશે.
સરદાર સાહેબની જન્મ જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે રાષ્ટ્રીય એકતાના સામૂહિક શપથ પણ મુખ્યમંત્રી આવતી કાલે લેવડાવશે. આ અવસરે પોલીસ દળ દ્વારા રાષ્ટ્રીય એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલ જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં રાજ્યના જિલ્લામથકોએ પણ રન ફોર યુનિટી અને રાષ્ટ્રીય એકતાના સામૂહિક શપથના કાર્યક્રમો યોજાવાના છે.