શાહીર-રુચિકા અને ગેંગ સાથે એકતાએ ઘરે ગ્રાન્ડ પાર્ટી કરી
મુંબઈ: એકતા કપૂરે શુક્રવારે પોતાના ઘરે ગ્રાન્ડ પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં તેના નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ન્યૂલી મેરિડ કપલ શાહીર શેખ, રુચિકા કપૂર, રિદ્ધિ ડોગરા, તેનો ભાઈ અક્ષય ડોગરા, ક્રિસ્ટલ ડિસૂઝા અને અન્ય કેટલાકનો સમાવેશ થાય છે. એકતા કપૂરે પાર્ટી દરમિયાનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે
અને કેપ્શનમાં નો-બેડ-આઈ ઈમોજી શેર કરી છે. શાહીર, રુચિકા તેમજ ક્રિસ્ટલ સહિતના તમામ લોકો એકબીજાની કંપનીમાં ખુશ લાગી રહ્યા છે. ફિલ્મ રાઈટર મુશ્તાક શૈખે પણ પાર્ટીની તસવીરો શેર કરી છે.
જેની સાથે તેણે લખ્યું છે કે, ‘નવા વર્ષ ૨૦૨૧માં સુપર ફન સાથે એન્ટ્રી કરી. અને જ્યારે તમે બાથટબમાં ઘણા બધા લોકો સાથે સેલ્ફી લેવાનું મેનેજ કરી શકો. રાત એકદમ યાદગાર હતી’. આ સાથે તેણે જણાવ્યું છે કે, પાર્ટી માટે ભેગા થતાં પહેલા તમામે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. એકતા કપૂર ફ્રેન્ડ્સ માટે ગ્રાન્ડ પાર્ટીઓ યોજવા માટે જાણીતી છે. ગયા મહિને પણ તેણે તેની બેસ્ટી અને એક્ટ્રેસ અનિતા હસનંદાનીનું બેબી શાવર યોજ્યું હતું.
લગ્ન બાદ વાતચીત કરતાં શાહીરે જણાવ્યું હતું કે, જ્યારે લાગણીની વાત આવે છે ત્યારે રુચિકા પ્રામાણિક છે. અમારા રિલેશનશિપની સૌથી સારી વાત એ છે કે, અમે પહેલા મિત્રો છીએ. એક્ટર તરીકે મારો આખો દિવસ કેમેરાની સામે એક્ટર તરીકે વર્તવું પડે છે. પરંતુ મને એવી જીવનસાથી મળી છે જેની સાથે હું જેવો છું તેવો રહી શકું છું.
હું તેની સાથે ક્યારેય પૂરુ ન જાય તેવી જર્ની તરફ જાેઈ રહ્યો છું. શાહીર શેખે જેની સાથે લગ્ન કર્યા છે તે રુચિકા કપૂર એકતા કપૂરના ફિલ્મ ડિવિઝનની હેડ છે. કપલે મહામારીના કારણે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં કોર્ટ મેરેજ કર્યા હતા. જૂન ૨૦૨૧માં તેઓ રીત-રિવાજાેથી લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.