Western Times News

Gujarati News

શિકાગોના એરપોર્ટ પર ૩ મહિનાથી સંતાઈ રહેનાર ભારતીય યુવાન નિર્દોષ જાહેર થયો

નવીદિલ્હી, વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા શિકાગોના એરપોર્ટ ઉપર ત્રણ મહિના સંતાઇ રહ્યા બાદ ગત જાન્યુઆરી મહિનામાં જેની ધરપકડ થઇ હતી તે ૩૭ વર્ષિય ભારતીય નાગરિકને છેવટે કોર્ટે બદઇરાદાથી ઘૂસણખોરી કરવાના આક્ષેપમાંથી મુક્ત કર્યો હતો. આ ભારતીયની સમગ્ર ઘટનાએ ૨૦૦૪માં આવેલી હોલિવૂડના ખ્યાતનામ હિરો ટોમ હેન્કની ફિલ્મ ધ ટર્મિનલની સ્ટોરીને યાદ કરાવી દીધી હતી.

આદિત્ય સિંઘ નામના આ ભારતીય નાગરિક કોરોના વાઇરસથી એટલી હદે ડરી ગયો હતો કે તે કોઇપણ સંજાેગોમાં વિમાનની યાત્રા કરવા માંગતો નહોતો તેથી તે શિકાગોના ઓ હેર નામના એરપોર્ટના એક તદ્દન સલામત ગણાતી જગ્યાએ ત્રણ મહિના સુધી સંતાઇ રહયો હતો અને ગત ૧૬ જાન્યુઆરીના રોજ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

જાે કે આશ્ચર્યની વાત તો એ હતી કે ત્રણ મહિના સુધી કોઇ સુરક્ષા એજન્સીઓના એજન્ટો કે અધિકારીઓનું તેના તરફ ધ્યાન ગયું નહોતું. કુક કાઉન્ટીના જજ એડ્રીયન ડેવિસે આદિત્ય સિંઘના કેસનો મંગળવારે ચુકાદો આપ્યો હતો જેમાં તેને બદઇરાદાપૂર્વક ગેરકાયદે એરપોર્ટ ઉપર ઘૂસણખોરી કરવાના પોલીસ દ્વારા મૂકાયેલા આરોપમાંથી મુક્ત થયેલો જાહેર કર્યો હતો.

એમ શિકાગો ટ્રિબ્યુન અખબારમાં પ્રસિદ્ધ તયેલા અહેવાલમાં કહ્યું હતું.આદિત્ય સિંઘ તેની માસ્ટર ડીગ્રીનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા વર્ષ પહેલાં અમેરિકાના કેલિફોર્નિયામાં આવ્યો હતો પરંતુ કોરોના વાઇરસથી તે એટલી હદે ફફડી ગયો હતો કે તે કોઇપણ સંજાેગોમાં હવાઇ મુસાફરી કરવા માંગતો નહોતો.

ગત જાન્યુઆરી મહિનામાં તેણે પોતાના વતન ભારત જવા કેલિફોર્નિયાથી શિકાગોની ફ્લાઇટ પકડી પરંતુ તે ભારત જઇ શક્યો નહોતો કેમ કે તે શિકાગોના એરપોર્ટ ઉપર ઉતરી ગયો અને સમગ્ર એરપોર્ટ ઉપર સૌથી સલામત ગણાતી જગ્યાએ સંતાઇ ગયો.કોર્ટમા સરકારી વકીલે પણ કહ્યું હતું કે આદિત્ય સિંઘ કોરોના વાઇરસથી ખુબ ડરી ગયો હતો અને તે હવાઇ મુસાફરી કરવા માંગતો નહોતો તથી તે એરપોર્ટ ઉપર સલામત જગ્યાએ સંતાઇ ગયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.