Western Times News

Gujarati News

શિકાર કેસમાં સલમાન ખાન જોધપુર કોર્ટમાં હાજર ન થયો

જાધપુર : કાળા હરણ શિકાર કેસમાં બોલિવુડ સ્ટાર સલમાન ખાન આજે જાધપુરની જિલ્લા અને સત્ર કોર્ટમાં હાજર રહ્યો ન હતો. કોર્ટમાં આગામી સુનાવણી હવે ૧૯મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. સલમાન ખાનના વકીલે રજૂઆત કરી હતી કે રિયાલિટી શો બિગ બોસના શુટિંગમાં વ્યસ્ત હોવાના કારણે તે હાજર થઇ શક્યો નથી.

કાળા હરણ શિકાર કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી. આ મામલામાં સલમાન ખાન હાલમાં જામીન પર છે. કોર્ટે તે પહેલા ચોથી જુલાઇના દિવસે પોતાના આદેશમાં કહ્યુ હતુ કે કોર્ટમાં હાજર ન થવાની સ્તિતીમાં  તેમના જામીન રદ થઇ શકે છે. હાલમાં જ સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી.

સલમાન ખાનને જાનમથી મારી નાંખવાની ધમકી ૧૬મી સપ્ટેમ્બરના દિવસે ફેસબુક પર મળી હતી. એક પોસ્ટ મારફતે સલમાન ખાનને આ ધમકી મળી હતી. સલમાન ખાને તેને દોષિત જાહેર કરતા ચુકાદાની સામે કોર્ટમાં ્‌ અપીલ કરેલી છે.

આ ઘટના ફિલ્મ હમ સાથ સાથ હેના શુટિંગ દરમિયાન બની હતી. વર્ષ ૧૯૯૮માં આ બનાવ બન્યો હતો. કોર્ટે પુરાવાના આભાવમાં સેફ, સોનાલી, તબ્બુ, નિલમ અને અન્યોને નિર્દોષ છોડીસ દીધા હતા. કાળા હરણના શિકારના કેસમાં સલમાન ખાનની સામે બે કેસ ચાલી રહ્યા છે. પ્રથમ કેસ શિકાર સાથે જાડાયેલો છે.

બીજા કેસ ગેરકાયદે હથિયાર રાખવા સાથે સંબંધિત છે. જેમાં તે વર્ષ ૨૦૧૬માં નિર્દોષ છુટી ગયો હતો. શિકાર કેસમાં સલમાનની મુશ્કેલી હાલમાં સંપૂર્ણ પણે દુર કરવામાં આવી નથી. તેના પર ખતરો અકબંધ રહેલો છે. ૧૬મી સપ્ટેમ્બરના દિવસે ફેસબુક પર એક પોસ્ટ મારફતે ગેંગસ્ટર તરફથી ધમકી આપવામાં આવી હતી

જેનો સંબંધ લોરેન્સ બિસ્નોઇ ટોળકી સાથે હતો. અભિનેતાને દોષિત ઠેરવવાના નિચલી કોર્ટના ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ૧૯૯૮માં લોવર કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી. સેશન કોર્ટના જજ ચંદ્રકુમાર સોંગારાએ ચોથી જુલાઈના દિવસે સુનાવણી દરમિયાન સલમાન ખાનને આજે એટલે કે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે કોર્ટમાં ઉપસ્થિત થવા માટે કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે, જા ઉપસ્થિતરહેશે નહીં તો જામીન રદ થઇ શકે છે.

ગેંગસ્ટર બિસ્નોઇ તરફથી મળેલી ધમકી બાદ સલમાને કોર્ટમાં ઉપસ્થિત થવા માટે તૈયારી બતાવી હતી. સીજેએમની કોર્ટે બોલીવુડના લોકપ્રિય અભિનેતા સલમાન ખાનને વન્ય જીવ સુરક્ષા કાયદાની કલમ ૫૧ હેઠળ દોષિત ઠેરવવામાં આવી ચુક્યો છે. પાંચ વર્ષની સજા પણ કરાઈ હતી. જા કે, સલમાન હાલ જામીન ઉપર છે. સલમાનની અપીલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.