શિક્ષકે બાળકો માટે ખાસ “સ્માઇલી ફેઈસ” વાળા માસ્ક તૈયાર કર્યા

નડિયાદ તાલુકાના વાલા પ્રાથમિક સ્કૂલના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા બાળકો માટે ખાસ “સ્માઇલી ફેઈસ” વાળા માસ્ક તૈયાર કર્યા છે,બાળકો ને જોવા ગમે,પહેરવા ગમે…અને તેથી કોરોના સંક્રમણ અટકે તેવા ઉમદા વિચાર સાથે આ નવતર, પ્રેરક પ્રયોગ કરવામાં આવ્યો છે હિતેશભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા વાલ્લા શાળા અને આંગણવાડીના તમામ બાળકો ને આ માસ્કનું વિતરણકરવામાં આવશે તૈયાર કરેલા સુંદર માસ્ક તસવીર માં નજરે પડે છે (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )