શિક્ષકે ૧૪મા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવી દીધું
અમદાવાદ: શહેરના વિશાલા પાસે હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી નામાંકિત કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષકે મોતની છલાંગ મારી છે. પાર્થ ટાંક નામના શિક્ષકે હાઇરાઇઝ બિલ્ડીંગના ૧૪મા માળેથી કૂદીને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. વાસણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પાર્થ ટાંક આજે સવારે વિશાલા પાસે આવેલા જીમમાં ગયા હતા. જે બાદ તેમણે બિલ્ડીંગના ૧૪મા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે. હજી જીવન ટૂંકાવવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મહત્વનું છે કે, તેઓ ધરણીધર વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ મેથ્યના કોચિંગ ક્લાસ ચલાવતા હતા. પ્રાથમિક વિગત પ્રમાણે, પાર્થ ટાંકને માનસિક બીમારી હતી
જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું છે. હાલમાં પોલીસ સીસીટીવી અને બિલ્ડીંગના અન્ય લોકો સાથે પૂછપરછ કરી રહી છે. હાલ પોલીસ વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે. થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લાના કોળીયાક ગામે શિક્ષિકાએ આત્મહત્યા કરી લીધી હતી.શિક્ષિકા ભાવનાબેન (ઉ.વ.૩૬)એ પોતાના ઘર પાસે આવેલા જળુંબ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પહેલા ભાવનાબેને ઘરે એક બુકમાં સુસાઈડ નોટ પણ લખી હતી. આ સૂસાઇડ નોટમાં ભાવનાબેન લખ્યું હતું કે,
ગામ કૂવામાં પડીને મારો જીવ આપું છું, મારો માધવ અને મારા મમ્મી પપ્પા મારા બંને ભાઈયો હું સાવ જ કંટાળી ગઈ છું. મને જરા પણ શાંતિ નથી. મારું મન કઈ સારું વિચારતુ જ નથી. હું કંઈ સહન કરી શકતી નથી. મારે નોકરી પર કામ કરવામાં પણ ઘણી તકલીફ પડે છે. મારાથી થતું નથી. હું સહન કરી શકતી નથી.