શિક્ષકો દ્વારા હોસ્પિટલમાં સુવિધા વધારવા રૂ.5,26,051નુ દાન અર્પણ કરાયુ
(જીલ્લા પ્રા.શિક્ષણાધિકારીએ આહવાન કરતા ફંડ એકત્ર કરાયુ)
અરવલ્લી જીલ્લામાં દીનપ્રતિદીન કોરોના કહેર વધી રહ્યો છે અને કોરોનાના દર્દીઓથી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉભરાઈ રહી છે ત્યારે ઓક્સિજનના અભાવે જીલ્લાના અનેક દર્દીઓના મોત થયા છે ત્યારે જીલ્લાના કોરોના દર્દીઓના ઓક્સિજનના અને સુવીધાના અભાવે મોત ન થાય તે માટે જીલ્લા શિક્ષણાધિકારીના ઉમદા વિચારથી કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા મેઘરજ તાલુકાના પ્રા.શિક્ષકોએ રૂ.5,26,051 નુ માતબર રકમનુ દાન એકઠુ કરી કોવીડ હોસ્પિટલને દાનનો ચેક મોકલી આપ્યો છે.
અરવલ્લી જીલ્લાના મોડાસા સાર્વજનીક હોસ્પિટલ ખાતે ઓક્સીજન પ્લાન્ટનો પ્રારંભ કરી આઈ.સી.યુ અને વેન્ટીલેટર સહીતના બેડ વધારવામાં આવ્યા છે ત્યારે ૬ લાખ જેટલી રકમ હોયતો વધુ 25 બેડ વધારી શકાય તેમ હતા ત્યારે સુવિધા સહીતના ૨૫ જેટલા બેડ વધારવા માટે જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ અને ના.જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલના મદદ કરવાના ઉત્કૃષ્ટ વિચારથી તાલુકાના બી.આર.સીઓ સાથે બેડ વધારવા ફંડ એકઠુ કરી દાન આપવાનો વિચાર મુકતા તમામ બી.આર.સીઓ સહમત થયા હતા
આ વિચાર તમામ સી.આર.સી.અને તમામ શિક્ષકોમાં મુકતા મેઘરજ તાલુકાના તમામ 432 જેટલા પ્રાથમિક શિક્ષકોએ ફક્ત બે દિવસમાં જુથવાઇઝ ઓનલાઇન ફંડ એકઠુ કરી બી.આર.સી દીલીપભાઈ પટેલને આપતા તમામ કલ્સ્ટરની માહીતી સહીતના રૂ.5,26,051 જેટલા માતબર રકમના ફંડનો ચેક કોવીડ હોસ્પિટલમાં બેડ વધારવા અર્પણ કરવામાં આવ્યો છે તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકોની સમાજસેવાના નિર્ણયને પ્રજાએ આવકાર્યો હતો અને બેડ વધારવા દાન કરનાર તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકોનો જીલ્લા શિક્ષણાધિકારીએ આભાર માન્યો હતો.
આશિષ વાળંદ,ભા.ન્યુજ સીસોદરા