શિક્ષક પાત્રતા પરીક્ષામાં છ લોકો નકલ કરતા ઝડપાયા

બીકાનેર, રાજસ્થાનમાં રવિવારે આકરી સુરક્ષા વચ્ચે રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષાની પરીક્ષાનું આયોજન થયું હતું. આ દરમિયાન અનેક નકલ કરનારા પણ ઝડપાયા પરંતુ બીકાનેરમાં હાઈટેક કોપીકેટ પોલીસની હાથે લાગ્યો છે. તેણે રીટ પરીક્ષા દરમિયાન નકલ કરવાની એવી યોજના બનાવી જેનાથી પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. પરંતુ પરીક્ષા પહેલા તે ગેંગના સભ્યને ઝડપી લેવામાં આવ્યો હતો.
રાજસ્થાન પોલીસે રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષા પહેલા ત્રણ પરીક્ષાર્થીઓ સહિત ૬ લોકોને બ્લૂટૂથ ડિવાઇસ લાગેલા ચંપલ દ્વારા નકલ કરવાના મામલામાં ઝડપી લીધા છે. પોલીસે જણાવ્યું કે આરોપી પરીક્ષામાં ચંપલમાં ચિપ અને બ્લૂટૂથ છુપાવી નકલની યોજના બનાવી રહ્યો હતો.
આ ડિવાઇસ મોબાઇલથી કનેક્ટ હતી. શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે આ લોકોએ રાજ્યમાં નકલની આ હાઈટેક ડિવાઇસનું વેચાણ કર્યું છે. હાલ પોલીસે ચંપલ ખરીદનારા ૨૫ લોકોની ઓળખ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચંપલની કિંમત ૬ લાખ રૂપિયા રાખવામાં આવી હતી.
ગંગાનગર પોલીસ આ મામલામાં કાર્યવાહી કરી રહી છે. બીકાનેર પોલીસના અધિકારી પ્રીતિ ચંદ્રાએ જણાવ્યુ કે આ લોકો ચંપલમાં બ્લૂટૂથ ડિવાઇસ લગાવી નકલનો પ્રયાસ કરી રહ્યાં હતા.
આ સિલસિલામાં ત્રિલોક, ઓમપ્રકાશ, મદન ગોપાલ, રામ અને કિરણ દેવીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આરોપીઓના કબજામાંથી મોબાઇલ સિમ કાર્ડ, બ્લૂટૂથ ડિવાઇસ અને અન્ય ઉપકરણ જપ્ત કરવામાં આવ્યા છે. બધાની પરીક્ષા શરૂ થતાં પહેલા ગંગાનગરના નવા બસ સ્ટેન્ડ પાસેથી ધરપડક કરવામાં આવી છે.SSS