શિક્ષણથી વંચિત બાળકો માટે ખાસ સિગ્નલ સ્કૂલ તૈયાર થશે
અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ ૨૦૨૧-૨૨નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩નું રૂ.૮૮૭ કરોડનાં બજેટમાં વિવિધ આયોજન કરવામાં આવ્યા છે.
જેમાં શિક્ષણથી વંચિત રહી જતા બાળકો માટે અમદાવાદ સ્કૂલબોર્ડ દ્વારા સિગ્નલ સ્કૂલનો નવતર પ્રયોગ આ વર્ષથી હાથ ધરાશે. જેમાં એક ખાસ પ્રકારની બસ સ્કૂલબોર્ડ તૈયાર કરશે. આ બસમાં વિધાર્થીઓનો અભ્યાસ આપવા માટેનું તમામ પ્રકારની સવલતો ઉભી કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં સ્કૂલોફ એક્સેલન્સ, ટેકનોલોજીથી સજ્જ અનુપમ શાળાઓ ફાયર સેફટી અને પાણીની સુવિધાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગત વર્ષના બજેટ કરતા રૂ ૧૨૨ કરોડનો વધારો સુચવાયો છે.
અને ૨૦૨૨-૨૩નું રૂ.૮૮૯ કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. આ અંગે સ્કૂલબોર્ડના ચેરમેન સુજાેય મહેતાએ જણાવ્યું કે રસ્તાઓ ઘણીવાર બાળકો જાેવા મળતા હોય છે. જર શાળાએ અભ્યાસ માટે જઈ શકતા નથી. માટે આ વખતના બજેટમાં ખાસ સિગ્નલ સ્કૂલની જાેગવાઈ કરવામાં આવી છે. જેમાં એક એવી બસ તૈયાર કરાશે જેમાં અભ્યાસ કરવાની વ્યવસ્થા ઉભી કરાશે.
આ ઉપરાંત આગામી વર્ષમાં બીજી ૭ અંગ્રેજી શાળાઓ બનાવવાનું આયોજન છે. શાળાઓનાં નવીનીકરણ, હાઇટેકશાળાઓ અને અનુપમ શાળાઓ માટે ૩૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. ફિટ ઇન્ડયા અંતર્ગત ને શાળાઓને રમતગમત ના અત્યાધુનિક સાધનો આપવામાં આવશે.
સ્વસ્થ બાળક તંદુરસ્ત બાળકનો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. સ્કૂલ ઓફ એક્સલેન્સ ના અમલીકરણનું આયોજન પણ કરાયું છે. ફાયર સેફટી અને આર ઓ પાણી માટે ૧૦ કરોડ ની જાેગવાઈ કરવામાં આવી છે. ધો .૧ થી ૮ નાં તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મની બજેટમાં વિદ્યાર્થીઓ તથા શાળાઓ માટે ૧૨ કરોડની જાેગવાઈ કરાઈ છે.
શાળા સજ્જતા અને હેરીટેજ અવેરનેસ પ્રોગ્રામ માટે ૧૨ કરોડની જાેગવાઈ કરાઈ છે. મહત્વનું છે કે ખાનગી શાળાઓમાં વધતા જતા ફી ના ધોરણ ના કારણે ઘણા વાલીઓ પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં મૂકી શકતા નથી એવા બાળકો માટે ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી અત્યાધુનિક હાઈટેક સ્માર્ટ શાળાઓ તૈયાર કરવા પર વધુ બહાર મુકાઈ રહ્યો છે.SSS