શિક્ષણવિદ શૈલેષ રાઠોડને બેંગ્લોર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો “ઇન્ડિયન એજ્યુકેશન એવોર્ડ ૨૦૨૦” એનાયત કરાયો
(પ્રતિનિધિ) નડિયાદ: ગુજરાત રાજ્યપાલ પારિતોષિક વિજેતા શિક્ષણવીદ ખંભાત શ્રી માધવલાલ શાહ હાઈ.ના શૈલેષ રાઠોડને બેંગ્લોર સ્થિત હોટેલ તાજ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ‘ઇન્ડિયન એજ્યુકેશન એવોર્ડ ૨૦૨૦’ કર્ણાટક રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામક એસ. એ. કોરીના વરદ હસ્તે એનાયત કરાયો છે. જ્યારે ગુજરાત રાજ્યનો ૧૦ મો ‘એજ્યુકેટર એજ્યુકેટર ૨૦૨૦’ શૈલેષ રાઠોડને ગાંધીનગર મુકામે પદ્મશ્રી અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના હસ્તે ગાંધીનગર મુકામે એનાયત કરવામાં આવ્યો હતો. આ બેવડી સિદ્ધિ બદલ ગુજરાત શિક્ષણ જગત દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
શિક્ષણક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ દર વર્ષે એન્ટરપ્રિન્યોર ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો ઇન્ડિયન એજ્યુકેશન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં કિન્ડર એજ્યુકેશનથી લઈ હાયર એજ્યુકેશનમાં સિધ્ધિવંત અધ્યાપકો, સંસ્થાઓ,શિક્ષણ સંશોધકો,ઓનલાઈન એજ્યુકેશન આપતી સંસ્થાઓ,એજ્યુકેશનલ પબ્લિકેશન સંસ્થાઓ,આધ્યાપકોનું સામાજિક પ્રદાન જેવા વિભાગો આધારિત રાષ્ટ્રીય એવોર્ડએનાયત કરવામાં આવે છે.ગુજરાતમાંથી એકમાત્ર શૈલેષ રાઠોડની ઇન્ડિયન એજ્યુકેશન એવોર્ડમાં પસંદગી થઈ હોય રાજ્યના શિક્ષણવિદો, શિક્ષણ સંસ્થાઓ, શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ નિયામક એસ. એ કોરીએ જણાવ્યું હતું કે,ભારતભરમાંથી ૧૫ હજારથી વધુ એન્ટ્રીમાંથી ટોપ ૨૦૦માં પસંદગી પામેલ સહુ નોમીનીને અભિનંદન પાઠવું છું. આ નોમીનીમાંથી ઇન્ડિયન નેશનલ એવોર્ડ વિનર શૈલેષ રાઠોડ સાચા અર્થમાં ઉત્તમ શિક્ષક અને સમાજના ઘડવૈયા, લેખક છે.તેમણે સમાજના છેવાડાના લોકો અને વિશેષ વિધાર્થીઓમાં પાયાનું ઇનોવેટિવ શિક્ષણ તો આપ્યું છે સાથે ઉત્તમ લેખન દ્વારા પોતાની ફરજ બજાવી છે. તે બદલ એક શિક્ષકને ‘કન્ટ્રીબ્યુશન ટુ કોમ્યુનિટી’નો વિશેષ પુરસ્કાર એનાયત કરતાં ગૌરવ અનુભવું છું
.આ પ્રસંગે ભારત ની શ્રેષ્ઠ શિક્ષણ સેવાઓ માટે શૈલેષ રાઠોડ ઉપરાંત બાયજયુશ, એલન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટસ,અનએકેડમી,પોદ્દાર એજ્યુ. જેવી સંસ્થાઓને બેંગ્લોર સ્થિત હોટેલ તાજ ખાતે એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું હતું.જ્યારે રાજ્યક્ષાના એજ્યુકેટર એવોર્ડ સમારંભમાં શૈલેષ રાઠોડની લેખન, શિક્ષણ અને સેવા પ્રવૃત્તિઓને બિરદાવી ડા. વિષ્ણુ પંડ્યા, પદ્મશ્રી અને અધ્યક્ષ, સાહિત્ય અકાદમી તેમજ જાગૃતિ પંડ્યા ચેરમેન,ગુજરાત રાજ્ય કમિશન ફોર ચિલ્ડ્ન પ્રોટેક્શન રાઈટ દ્વારા શાલ, મોમેન્ટો, પ્રમાણપત્ર તેમજ રોકડ પારિતોષિક એનાયત કરાયું છે.
આ અગાઉ તેમને રાજ્યપાલ ઓ.પી કોહલી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હસ્તે શ્રેષ્ઠ શિક્ષક રાજ્યપાલ પારિતોષિક એનાયત થયેલ છે. બેવડી સિદ્ધિ બદલ ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ચંદ્રકાન્ત ઝવેરી, ઉપપ્રમુખ વિનયભાઈ પટેલ, મંત્રી હેમેન્દ્રભાઈ શાહ, આચાર્યરોહિતભાઈ સુથાર સહિતના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.*