શિક્ષણાધિકારી કચેરીનું ડીઝીટલાઇઝેશન :શાળાના કર્મચારીઓના પગાર તેમના ખાતામાં જમા થશે
અરવલ્લી:અરવલ્લી જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિક 209 શાળાઓના કર્મચારીઓનો પગાર અને શાળાઓના નિભાવ ગ્રાન્ટ સહિતની કામગીરી મેન્યુઅલ સિસ્ટમ થી થતી હતી પરંતુ હવે થી ઇ-પેમેન્ટ સિસ્ટમથી કરાશે જેના લીધે હવે શિક્ષણાધિકારી કચેરી દ્વારા પેમેન્ટ સીધું બેન્ક એકાંઉન્ટ માં જમા કરવા માટેનો જિલ્લાનો કેમ્પ જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી બેન પટેલ અને ડીઈઓ કચેરીના કર્મચારીઓ ,તમામ સંઘો ના પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો
પહેલા પગાર ના કે શાળાના નિભાવ ગ્રાન્ટ ના મેંન્યુઅલ દરખાસ્ત શાળાઓ એ બનાવી કચેરીમાં મોકલવી પડતી હતી જે દરખાસ્તો તિજોરી માં જતી હતી અને પછી બેન્ક ચેકો તૈયાર થઈ શાળાઓ ને મળતા હતા જેના કારણે લેટ પેમેન્ટ પણ થતું હતું જેના કારણે કર્મચારીઓ ના પગારમાંથી પોસ્ટ આર.ડી,વિમાની કપાતો સહિતની કપાતો નું પેમેન્ટ લેટ પહોંચતું હતું બધી મુશ્કેલીઓ નિવારવા અને ઝડપી પેંમેન્ટ ની ચુકવણી થાય તે માટે ડીઈઓ દ્વારા ઇ પેમેન્ટ ની કાર્યવાહી હાથ ધરાઈ છે જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામોમાં ફરજ બજાવતા કર્મચારીમાં આનંદ છવાયો હતો