Western Times News

Gujarati News

શિક્ષણ ક્ષેત્રમાં ફાળવણીમાં વધારો કરવાની માંગ કરાઈ

File Photo

નવી દિલ્હી : કેન્દ્રીય બજેટ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે શિક્ષણને લઇને પણ રજૂઆત કરવામાં આવી ચુકી છે. બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા શિક્ષણ ક્ષેત્ર તરફથી પણ રજૂઆત કરવામાં આવી ચુકી છે. પ્રાપ્ત હેવાલ મુજબ શિક્ષણ ક્ષેત્ર તરફથી ફાળવણીમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી ચુકી છે. જીએસટી હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે વધારે ટેક્સ રાહતો આપવા માટેની પણ માંગ કરવામાં આવી ચુકી છે.

હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીની આંધી હેઠળ ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ મેળવી લીધા બાદ મોદી સરકાર સતત બીજી અવધિ માટે સત્તામાં આવી છે. આવી સ્થિતિ નવી સરકારના પ્રથમ બજેટને લઇને આશા વધી ગઇ છે. નવા નાણાંપ્રધાન નિર્મલા સીતારામન તેમનુ પ્રથમ બજેટ રજૂ કરનાર છે. પાંચમી જુલાઇના દિવસે બજેટ રજૂ કરાશે.

બજેટના પ્રિન્ટિગ પ્રક્રિયા પણ હવે પૂર્ણ થવા આવી છે. નાણામંત્રી અરુણ જેટલી અને વડાપ્રધાન પોતે પહેલાથી જ કહી ચુક્યા છે કે, સબકા સાથ સબકા વિકાસને ધ્યાનમાં લઇને બજેટ રજૂ કરવામાં આવશે. એસોચેમ દ્વારા શિક્ષણ ક્ષેત્ર માટે સર્વિસ ટેક્સમાં સુધારાની વારંવાર રજૂઆત અગાઉ કરવામાં આવી ચુકી છે.

માર્ચ ૨૦૧૭માં અંતિમ સુધારા કરવામાં આવ્યા હતા. એ વખતે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માટે લિસ્ટેડ સેવાઓ માટે ટેક્સ રાહતો આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. ચેમ્બરે એમ પણ કહ્યું છે કે, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓની પરંપરામાં ખલેલ પહોંચાડવામાં આવી રહી નથી. રિચર્સ સંસ્થાઓને વેગ આપવામાં આવે તેવી રજૂઆત થઇ રહી છે. મર્યાદિત ટેક્સ મુક્તિના મામલામાં પણ ધ્યાન આપવામાં આવે તેમ કહેવામાં આવ્યું છે.

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓએ એક સ્પષ્ટ અને અસરકારક કમિટિ બનાવવી જાઇએ જે જરૂરી સૂચનો કરી શકે છે. ચેમ્બરનું કહેવું છે કે, મોટાભાગની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અને ખાનગી યુનિવર્સિટીઓ જે કેન્દ્ર અને રાજ્યોના નિયમો મુજબ આગળ વધી રહી છે તેમની સામે ગંભીર પ્રકારની નાણાંકીય સમસ્યા છે.

તેમની પાસે પુરતા પ્રમાણમાં નાણા નથી. સાથે સાથે છુટછાટ પણ મળી રહી નથી.ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ નવા ટેક્સ બોજને ઉપાડવાની સ્થિતિ નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પર ફીમાં વધારો કરીને પણ આગળ વધવાની સ્થિતિ નથી. આવી સ્થિતિ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સામે અનેક પડકારો રહેલા છે. કોઠારી કમિશનથ લઇને સુબ્રમણ્યમ કમિટિ દ્વારા અનેક રજૂઆતો થઇ ચુકી છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સહિત શિક્ષણ ક્ષેત્રમાં ફાળવણીમાં વધારો કરવો જાઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.