Western Times News

Gujarati News

શિક્ષણ-નોકરીઓમાં મરાઠા અનામત પર સુપ્રીમની રોક

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે શિક્ષણ અને રોજગારમાં મરાઠા સમુદાયને અનામતની જોગવાઈ પર મહારાષ્ટ્ર સરકારના ૨૦૧૮ના કાયદાના અમલીકરણ પર બુધવારે સ્ટે આપ્યો છે. જોકે કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જેમને તેનો ફાયદો થયો છે તેમને કોઈ પણ રીતે પરેશાન કરવામાં આવશે નહીં. વર્ષ ૨૦૧૮ માં, મહારાષ્ટ્ર સરકારે સામાજિક-આર્થિક પછાત વર્ગો માટે આ અનામત કાયદો બનાવ્યો હતો. જસ્ટિસ એલ નાગેશ્વરા રાવ, જસ્ટિસ હેમંત ગુપ્તા અને ન્યાયાધીશ એસ. રવીન્દ્ર ભટ્ટની બેન્ચે આ મામલાને બૃહદ બેન્ચને સોંપી દીધો હતો જેનું ગઠન મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે કરશે. આ અરજીઓમાં શિક્ષણ અને રોજગારમાં મરાઠા સમુદાયને અનામતની જોગવાઈ કરનારા કાયદાની માન્યતાને પડકારવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, જે લોકોએ ૨૦૧૮ ના કાયદાનો લાભ લીધો છે તેમની સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે આરક્ષણમાં શિક્ષણ અને રોજગાર અધિનિયમ, ૨૦૧૮ લાગુ કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે જૂનમાં કાયદાને સમર્થન આપતાં કહ્યું હતું કે ૧૬ ટકા અનામત ન્યાયી નથી અને તેના બદલે રોજગારમાં ૧૨ ટકા અને પ્રવેશના કેસોમાં ૧૩ ટકાથી વધુ અનામત હોવી જોઈએ નહીં.HS

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.