શિક્ષણ બોર્ડની પરીક્ષામાં સ્કુલના ટ્રસ્ટી-સભ્યોને હાજર ન રહેવા આદેશ અપાયો
(એજન્સી) અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાને લઈને કેન્દ્રો પર શાળા સંચાલક મંડળના ટ્રસ્ટીઓ કે સભ્યોને હાજર ન રહેવા આદેશ કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળના હોદ્દેદારો કે સભ્યોને પરીક્ષાની કોઈ કામગીરી સોંપવામાં આવતી નથી. જેથી પરીક્ષા વખતે તેમણે પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેવુૃં નહી એવી સ્પષ્ટ સુચના આપી છે.
આ અંગેે બોર્ડ દ્વારા રાજયના તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી તેમના તાબાની સ્કુલો કે જ્યાં પરીક્ષા કેન્દ્રો હોય તે શાળાના સંચાલકોને સુચના આપવા માટે જણાવ્યુ છે. બોર્ડની પરીક્ષામાં પારદર્શકતા જળવાય એ માટે ટ્રસ્ટીઓને શાળામાં પરીક્ષા વખતે હાજર ન રહેવા માટે જણાવાયુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર૮મી માર્ચથી ધોરણ ૧૦ અને ધો.૧રની પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ પરીક્ષા ૧ર એપ્રિલ સુધી ચાલશે.
બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અને વિદ્યાર્થીઓની હોલ ટીકીટ પણ ઓનલાઈન અપલોડ કરી દીધી છે. બોર્ડની પરીક્ષામાં ગ્રાંટેડ અને નોન ગ્રાંટેડ સકુલોની પરીક્ષા સ્થળ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે.
જેથી બોર્ડની પરીક્ષા વખતે શાળામાં ફરજ બજાવતા આચાર્યો, શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ બોર્ડની પરીક્ષાની કામગીરીમાં બોર્ડની પરીક્ષાની કામગીરીમાં ફરજ બજાવતા હોય છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષા વખતે શાળા સંચાલક મંડળના હોદ્દેદારો કે સભ્યોની પરીક્ષા વખતે કોઈ ભૂમિકા રહેતી નથી કે તેમને બોર્ડ દ્વારા કોઈ ફરજ પણ સોેપવામાં આવતી નથી.
આમ, બોર્ડની પરીક્ષા વખતે ે સંચાલક મંડળની કોઈ ફરજ રહેતી ન હોવાનું બોર્ડની જાેગવાઈમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે. આમ, છતાં અમુક સ્કુલોના ટ્રસ્ટીઓ બોર્ડની પરીક્ષા ચાલતી હોય તે વખતે કેન્દ્રો પર લટાર મારવા આવી જતાં હોય છે.