શિક્ષણ મંત્રાલય પરની સંસદીય સ્થાયી સમિતિની દેશભરની શાળાઓ માટે એક સમાન અભ્યાસક્રમની ભલામણ
નવીદિલ્હી, સીબીએસઇ અને આઇસીસીસી અને રાજય શિક્ષણ બોર્ડ વચ્ચે વિભાજિત શાળા શિક્ષણમાં એકરૂપતા લાવવા માટે, સંસદની સ્થાયી સમિતિએ દેશભરની શાળાઓ માટે એક સમાન (કોમન) અભ્યાસક્રમ વિકસાવવાનું સૂચન કર્યુ છે.
આ સાથે શિક્ષણ મંત્રાલયને તેની સાથે જાેડાયેલી શકયતાઓ પર કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. શાળાઓમાં ભણાવવામાં આવતા તમામ વિષયોનો તેમાં સમાવેશ કરવો જાેઇએ. સમિતિનું કહેવું છે કે આનાથી શાળાના શિક્ષણમાં એકરૂપતા આવશે અને દેશભરના તમામ શાળાના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ધોરણ સમાન હશે.
ભાજપના સાંસદ ડો. વિનય સહસ્ત્રબુદ્ઘેની આગેવાની હેઠળની શિક્ષણ પરની સંસદીય સ્થાયી સમિતિએ શાળા શિક્ષણને લગતી આ મહત્વપૂર્ણ ભલામણ એવા સમયે કરી છે જયારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ ઝડપી ગતિએ ચાલી રહયો છે.
આ અંતર્ગત શાળાઓ માટે નવા અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકો પણ તૈયાર કરવાનો છે. જાે કે , આ પહેલા ‘શાળાના પાઠયપુસ્તકોની સામગ્રી અને ડિઝાઇનમાં સુધારો’ અંગેની સમિતિની આ ભલામણ પણ મહત્વપૂર્ણ છે કારણકે હાલમાં દેશમાં વિવિધ શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન શાળાઓ છે. જાે કે આ શાળાઓમાં એક સમાન અભ્યાસક્રમ નથી.
સમિતિ સાથે સંકળાયેલા સભ્યોનું માનીએ તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ જયારે શાળાઓ માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરવાનો બાકી છે ત્યારે આ ભલામણો પર પણ વિચાર કરી શકાય છે. આ સાથે સંસદીય સમિતિએ શાળાઓમાં ભણાવવામાં આવનાર ઇતિહાસ સંબંધિત વિષયની તૈયારીમાં ખંતપૂર્વક કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો છે. સમિતિએ પોતાની ભલામણમાં લગભગ ૨૫ મુદ્દાઓનો સમાવેશ કર્યો છે.
પાઠયપુસ્તકોમાં, શાળાના બાળકોને ઇન્ટરનેટ વ્યસન અને માદક દ્રવ્યોના વ્યસનથી વાકેફ કરવા સંબંધિત પાસાઓનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવી છે.
સમિતિએ શાળાના પાઠયપુસ્તકોમાં મહિલાઓ અને છોકરીઓના ઓછા પ્રતિનિધિત્વ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને જે પાઠયપુસ્તકો વિકાસવવામાં આવી રહ્યા છે તેમાં મહિલાઓના યોગદાનને આગળ લાવવાનું સૂચન કર્યુ હતું. આ છોકરીઓમાં આત્મસન્માન અને આત્મવિશ્વાસ કેળવવામાં મદદ કરશે. સમિતિએ શાળાઓમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પર પણ ભાર મૂકયો છે.HS