Western Times News

Gujarati News

શિક્ષણ વિભાગનું ૩૧૯૭૫ કરોડનું બજેટ પસાર

પ્રતિકાત્મક

અમદાવાદ: રાજયમાં પ્રાથમિક, માઘ્‌યમિક, ઉચ્ચર અને ટેકનીકલ શિક્ષણ સહિત શિક્ષણના તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાયુકત શિક્ષણ માટે રાજય સરકારે જે શ્રેણીબદ્ધ પગલાઓ લીધાં છે તેના પરિણામો હવે મળતા થયા છે. આ પરિણામોથી પ્રોત્સાહિત થઈને આગામી દિવસોમાં શિક્ષણના ગુણાત્મક સુધારની પ્રક્રિયા આથી પણ વધુ વેગવંતી બનાવાશે.

શાળામાં વિદ્યાર્થીને કક્ષા પ્રમાણે વાંચતા, લખતા, ગણતા આવડે તે રાજ્ય સરકારનો સંકલ્પ છે અને આ સંકલ્પને સાકાર કરવા જે કંઈ પગલા ભર્યા છે તેના પરિણામો પણ મળતા થયા છે. શિક્ષણમાં સુધારણા માટે જે પ્રયાસો થયા છે તેના પરિણામોથી પ્રોત્સાહિત થઈને છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી શાળાના ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. હવે સરકારી શાળામાં વેઈટીંગ હોવાના સમાચાર પણ જોવા મળે છે.

આજે વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૦-૨૧ની શિક્ષણ વિભાગ માટેની અંદાજપત્રીય ચર્ચાનો જવાબ આપતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રોસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં આ મુજબ જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પરની ચર્ચા અને શિક્ષણમંત્રીના પ્રત્યુત્તેર બાદ શિક્ષણ વિભાગના ૩૧,૯૭૫ કરોડના બજેટને પસાર કરાયું હતું.

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સુધારણા માટે લેવાયેલ શ્રેણીબદ્ધ પ્રયાસોની વિગતો આપતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજયની તમામ પ્રાથમિક, માઘ્‌યસમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કુલ ૧,૧૪,૫૨,૧૦૭ વિદ્યાર્થીઓ અને ૩,૯૯,૦૩૪ શિક્ષકોની દૈનિક ઓનલાઈન હાજરી પુરવામાં આવે છે. તેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની નિયમિતતામાં વધારો થયો છે.

એટલું જ નહીં અનિયમિત અને સતત ગેરહાજર રહેતા અંદાજે ૧૧૫ જેટલા શિક્ષકોને ફરજમાંથી દૂર કરાયા છે. આ પદ્ધતિને વધુ મજબુત કરવા બાયોમેટ્રીક સિસ્ટ્‌મ અથવા ફેસ રેકર્ડનાઈઝેશન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે નિદાન કસોટી, એકમ કસોટી, સંત્રાત કસોટી, વાર્ષિક કસોટીમાં વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ ગુણની વિદ્યાર્થીવાર, પ્રશ્નોવાર ડેટા એન્ટ્રીસ પણ કરવામાં આવે છે અને તેના કારણે વિદ્યાર્થીની કઈ બાબતમાં કચાસ છે તે શોધીને તેનો ઉપચાર પણ કરવામાં આવે છે.

આ વ્યવસ્થાના કારણે વિદ્યાર્થી જે તે ધોરણના ચોકકસ લર્નિગ આઉટકમ પ્રાપ્તણ કરે તે સુનિશ્ચિત થાય છે. આ પ્રકારના પગલાઓના પરિણામે ગુજરાતના શૈક્ષણિક સુધારની પ્રક્રિયાની સમગ્ર દેશભરમાં પણ નોંધ લેવાઈ છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષણમાં પર્ફામન્સન ગ્રેડીંગ ઈન્ડેથક્ષ (પી.જી.આઈ.)માં કુલ ૧૦૦૦માંથી ૮૭૦ ક્રમ સાથે ગુજરાતે બીજુ સ્થાંન પ્રાપ્ત કર્યુ છે. પ્રથમ સ્થાન કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢને ૮૯૬ ક્રમ પ્રાપ્ત કર્યુ છે. પરંતુ રાજયની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.