Western Times News

Gujarati News

શિક્ષિત-અભણનો તાલમેલ, ૧૦ મંત્રી ગ્રેજ્યુએટ, ૧૦નો ૧૦માં સુધી અભ્યાસ

અમદાવાદ, નવા સીએમ બાદ આજે નવા મંત્રીમંડળે પણ શપથ લઈ લીધા છે. આમ, માત્ર પાંચ જ દિવસમાં રાજ્યમાં આખી સરકારના તમામ ચહેરા બદલાઈ ગયા છે. ભૂપેન્દ્ર પટેલની ટીમમાં તેમના સહિત કુલ ૨૫ મંત્રીઓનો સમાવેશ થાય છે, જેમાંથી ૧૦ને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે, પાંચ રાજ્યકક્ષાના પરંતુ સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે અને દસ રાજ્યકક્ષાના મંત્રી છે.

નવા મંત્રીઓ કેટલું ભણેલા છે તે જાણવા માટે પણ લોકો ખાસ્સા ઉત્સુક છે. વિધાનસભાની વેબસાઈટમાં અપાયેલી માહિતી અનુસાર, સીએમ ભૂપેન્દ્ર પટેલ અંડર ગ્રેજ્યુએટ છે. તેમણે ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. આ ઉપરાંત, તેમના મંત્રીમંડળમાં ૧૦ મંત્રીઓ ગ્રેજ્યુએટ છે જ્યારે ૧૦ મંત્રીઓ દસમા સુધી પણ માંડ ભણ્યા છે. કયા મંત્રી કેટલું ભણેલા છે, અને કઈ વિધાનસભા બેઠકનું નેતૃત્વ કરે છે તેની માહિતી નીચે મુજબ છે.

કેબિનેટ મંત્રીઓ
૧. રાજેન્દ્ર ત્રિવેદી
શૈક્ષણિક લાયકાતઃ બીએસસી, એલએલબી
વિધાનસભા બેઠકઃ રાવપુરા, વડોદરા
૨. જીતુ વાઘાણી
શૈક્ષણિક લાયકાતઃ બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.
વિધાનસભા બેઠકઃ ભાવનગર પશ્ચિમ
૩. ઋષિકેશ પટેલ
શૈક્ષણિક લાયકાતઃ અંડર ગ્રેજ્યુએટ, સિવિલ એન્જિનનિયરિંગ (ડિપ્લોમા)
વિધાનસભા બેઠકઃ વિસનગર
૪. પૂર્ણેશ મોદી
શૈક્ષણિક લાયકાતઃ બી.કોમ., એલએલ.બી.
વિધાનસભા બેઠકઃ સુરત પશ્ચિમ
૫. રાઘવજી પટેલ
શૈક્ષણિક લાયકાતઃ બી.એ., એલ.એલ.બી.
વિધાનસભા બેઠકઃ જામનગર ગ્રામ્ય
૬. કનુ દેસાઈ
શૈક્ષણિક લાયકાતઃ બી.એ., એલ.એલ.બી.
વિધાનસભા બેઠકઃ જામનગર (ગ્રામ્ય)
૭. કિરીટસિંહ રાણા
શૈક્ષણિક લાયકાતઃ મેટ્રિક
વિધાનસભા બેઠકઃ લીંબડી, સુરેન્દ્રનગર
૮. નરેશ પટેલ
શૈક્ષણિક લાયકાતઃ મેટ્રિક
વિધાનસભા બેઠકઃ ગણદેવી, નવસારી
૯. પ્રદીપ પરમાર
શૈક્ષણિક લાયકાતઃ મેટ્રિક
વિધાનસભા બેઠકઃ અસારવા, અમદાવાદ શહેર
૧૦. અર્જુનસિંહ ચૌહાણ
શૈક્ષણિક લાયકાતઃ બી.કોમ, ડીસીએમ
વિધાનસભા બેઠકઃ મહેમદાવાદ, ખેડા

રાજ્યકક્ષા, સ્વતંત્ર હવાલો
૧૧.હર્ષ સંઘવી
શૈક્ષણિક લાયકાતઃ મેટ્રિક
વિધાનસભા બેઠકઃ મજૂરા, સુરત
૧૨. જગદીશ પંચાલ
શૈક્ષણિક લાયકાતઃ એસ.વાય. બી.એ., એમ.બી.એ. ઈન માર્કેટિંગ (સર્ટિફિકેટ કોર્સ).
વિધાનસભા બેઠકઃ નિકોલ, અમદાવાદ શહેર
૧૩. બ્રિજેશ મેરજા
શૈક્ષણિક લાયકાતઃ પોસ્ટ ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠકઃ મોરબી
૧૪. જીતુ ચૌધરી
શૈક્ષણિક લાયકાતઃ અંડર મેટ્રિક
વિધાનસભા બેઠકઃ કપરાડા, વલસાડ
૧૫. મનીષા વકીલ
શૈક્ષણિક લાયકાતઃ એમ.એ., બી.એડ. (અંગ્રેજી સાહિત્ય)
વિધાનસભા બેઠકઃ વડોદરા શહેર
રાજ્યકક્ષાના મંત્રીઓ
૧૬. મુકેશ પટેલ
શૈક્ષણિક લાયકાતઃ એચ.એસ.સી., ડ્રાફ્ટ્‌સમેન સિવિલ
વિધાનસભા બેઠકઃ ઓલપાડ, સુરત
૧૭. નિમિષા સુથાર
શૈક્ષણિક લાયકાતઃ અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠકઃ મોરવા હડફ, પંચમહાલ
૧૮. અરવિંદ રૈયાણી
શૈક્ષણિક લાયકાતઃ મેટ્રિક
વિધાનસભા બેઠકઃ રાજકોટ પૂર્વ
૧૯. કુબેર ડિંડોર
એમ.એ., પીએચ.ડી
વિધાનસભા બેઠકઃ સંતરામપુર, મહિસાગર
૨૦. કિર્તીસિંહ વાઘેલા
શૈક્ષણિક લાયકાતઃ અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠકઃ કાંકરેજ, બનાસકાંઠા
૨૧. ગજેન્દ્રસિંહ પરમાર
શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠકઃ પ્રાતિંજ, સાબરકાંઠા
૨૨. રાઘવજી મકવાણા
શૈક્ષણિક લાયકાતઃ અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠકઃ મહુવા, ભાવનગર
૨૩. વિનોદ મોરડિયા
શૈક્ષણિક લાયકાતઃ મેટ્રિક
વિધાનસભા બેઠકઃ કતારગામ, સુરત
૨૪. દેવા માલમ
શૈક્ષણિક લાયકાતઃ અંડર મેટ્રિક
વિધાનસભા બેઠકઃ કેશોદ, જૂનાગઢ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.