Western Times News

Gujarati News

શિક્ષિત યુવાનોના હક અને અધિકાર માટે લડશે, યુવા નવ નિર્માણ સેના

યુવરાજસિંહ જાડેજાએ યુવા નવ નિર્માણ સેનાની રચના કરી-દરેક સમાજ અને જ્ઞાતિના યુવાનોને એક મંચ પર લાવી રાષ્ટ્રહિતમાં કામ કરવાનો સંગઠન થકી દાવો કર્યો છે

અમદાવાદ,  બેરોજગાર યુવાઓ માટે આંદોલન કરી રહેલા નેતા યુવરાજસિંહ જાડેજાએ યુવા નવ નિર્માણ સેનાની રચના કરી છે. હવે યુવરાજસિંહ જાડેજા હવે શિક્ષિત યુવાનોના હક અને અધિકાર માટે લડશે. તેણે યુવા નવ નિર્માણ સેનાને બિનરાજકીય સંગઠન હોવાનો દાવો કર્યો.

તેમજ દરેક સમાજ અને જ્ઞાતિના યુવાનોને એક મંચ પર લાવી રાષ્ટ્રહિતમાં કામ કરવાનો સંગઠન થકી દાવો કર્યો છે. જાેકે, નવુ સંગઠન રચીને શું આપ સાથે છેડો ફાડશો તે વિશે તેમણે સ્પષ્ટ કર્યુ કે, કોઇ પાર્ટી છોડવાનો પ્રશ્ન નથી.

પત્રકાર પરિષદ સંબોધતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યુ કે, ગુજરાતના લાખો યુવાનો અને તેમના પરીવારનો, તમામ સમાજના આગેવાનો, મારા શુભ ચિંતકોએ વિવિધ માધ્યમથી સાચી રજૂઆત કરવા બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર. તમામ રાજકીય પાર્ટીના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર જેઓએ મને સાથ સહકાર આપ્યો.

રાષ્ટ્ર હિતમાં, યુવા હિતમાં, બેરોજગાર શિક્ષિત યુવાનોના અધિકાર અને હક્ક માટે કામ કરતો હતો, કરું છું અને કરતો જ રહીશ. મારા અગિયાર દિવસના જેલવાસ અને ગુજરાતના વિધાર્થીઓના અત્યાર સુધીનાં સંઘર્ષ અને પરિણામોના આધાર પર, ગુજરાતના બેરોજગાર યુવાનોનાં મંતવ્યોથી ગુજરાતના યુવાનોના હક, અધિકાર અને ન્યાય માટે લડવા યુવાનોના નવા સંગઠન ‘યુવા નવનિર્માણ સેના’ બનાવવાનું હું આહવાન કરું છું.

તેમણે નવા સંગઠન વિશે કહ્યુ કે, યુવા નવનિર્માણ સેના રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષા પર શિક્ષિત યુવાનોના હક, અધિકાર અને ન્યાય માટે બિનરાજકીય લડત આપતા સંગઠન તરીકે કામ કરશે. દરેક સમાજના યુવાનો એક મંચ પર રહી રાષ્ટ્રહિતમાં ભારતને સાચા અર્થમાં વિશ્વગુરુ બનાવવા એક પણ યુવાન શિક્ષા પ્રાપ્તિ વગર રહી ન જાય અને શિક્ષિત બેરોજગાર યુવાનોને પોતાના હક્કની નોકરી મળે તે માટે આ સંગઠન કાર્ય કરશે.

આ સંગઠન પહેલા વિનંતીથી કોઇ પણ સરકાર સમક્ષ પોતાની રજુઆત કરશે ત્યારબાદ આવેદન પત્ર આપી પોતાનો હક માંગશે અને તેમ છતાં પણ જાે કોઈ પરીણામ નહી મળે તો વિરોધ પ્રદશન કરીને પણ શિક્ષિત યુવાનોનો અવાજ બની ન્યાય અપાવશે.

શિક્ષિત બેરોજગાર યુવાનોના હક અને અધિકાર માટેની યુવા અધિકાર ન્યાય ચળવળ અને જનજાગૃતિ આ સંગઠનના માધ્યમથી ચાલુ જ રહેશે. યુવાનોનું આ સંગઠન ગુજરાતના યુવાનોનો અવાજ બનશે. બેરોજગાર યુવાનોના ન્યાય, અધિકાર, વેદના, વ્યથા માટે દરેક રાજકીય પાર્ટીના આગેવાનોએ આગળ આવી બોલવું જાેઈએ. યુવાનો પોતાનો હક્ક અને અધિકાર માંગતા હોય છે તેના મુદ્દાને દરેકે સમજવો જાેઈએ અને તેનું નિરાકરણ લાવવું જાેઈએ તેમને કોઈ રાજકીય પાર્ટીના ગણાવી રાજકારણ ના કરવા દરેક રાજકીય પાર્ટીને હું વિનંતી કરું છુ.

સાથે જ કહ્યુ કે, તમામ રાજકીય પાર્ટીઓએ જેઓએ જેલવાસ દરમિયાન મારો સાથે આપ્યો છે, એ તમામનો હુ આભાર માનુ છું. તમામ સમાજે મારી પડખે રહી મારો સાથે આપ્યો છે. યુવા હિત માટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે, અને ઉઠાવતો રહીશ. નવા અભિયાનની શરૂઆત કરવા જઈએ રહ્યાં છે.

યુવાનોની વ્યથા, યુવાનોના પ્રશ્નો બિનિરાજકીય રીતે અવાજ ઉઠાવીશું, જરૂર પડ્યે તો ઉગ્ર આંદોલન પણ વિરોધ પ્રદર્શન પણ કરીશું. આ સંગઠન બિનરાજકીય રહેશે. યુવાઓની માંગણી અને તેમના ભાવિ સાથે જે અન્યાય થઈ રહ્યા છે તે વેદનાને વાચા આપવાનો પ્રયાસ કરીશું.

સાથે જ પોલીસ કર્મચારીને પોતાના ગાડી પર ચઢાવવાના મામલે ખુલાસો કર્યો કે, અમારો ઈરાદો કોઈને મારવાનો ન હતો, પણ બચાવવાનો હતો. જે રીતે રજૂ કરાયુ તેનો ન્યાયિક રીતે જવાબ આપીશુ. મારી ધરપકડનો ઘટના ક્રમ આકસ્મિક હતો. ખોટી રીતે રજુ કરવામાં આવ્યો છે. જાે પુરી વાત જાહેર કરવામાં આવે તો સત્ય સામે આવશે. ડીસીપી ઓફિસના સીસીટીવી પણ જાહેર કરવા જેઇએ. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.