શિયાળાની કડકડતી ઠંડીમાં માટલાના પાણીથી સ્નાનનો અનેરો મહિમા
માઘ સ્નાનનું છે મહત્વ
સાંજે તેમાં પાણી ભરી, તેને ખુલ્લી જગ્યામાં કે અગાસી ઉપર રાખી, વહેલી સવારે તે માટલાનાં પાણીથી સ્નાન કરવું
અમદાવાદ, કડકડતી ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરવાનો અનેરો મહિમાં વર્ણન કરાયુ છે. ત્યારે અમદાવાદના સ્વામીનારાયણ ગુરુકુલ મેમનગર અને છારોડી ગુરુકુલ ખાતે વિદ્યાર્થીઓ અને ઋષિકુમારો ઠંડા પાણીથી સ્નાન કરશે. આજથી શરૂ થયેલા પોષ પૂર્ણિમાંથી એક મહિના સુધી વિધાર્થીઓ ઠંડા પાણીથી સ્નાન કરશે. માઘ સ્નાનનો અનેરો મહિમા રહેલો છે. માઘ સ્નાન કરવાથી શરીર તદુરસ્ત રહેતુ હોવાનો દાવો પણ કરવામાં આવે છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં માટલાનાં પાણીથી (કુંભ કે ઘડાનાં પાણીથી) સ્નાન કરવાથી બારે મહિના સ્વાસ્થ્ય સારું રહે એવી એક માન્યતા પ્રવર્તે છે. ત્યારે પોષી પૂર્ણિમાથી માઘ સ્નાન માટે ઉત્તમ માનવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદનાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરના ૪૯૦ માંથી ૩૯૦ વિદ્યાર્થીઓ આજથી માઘ સ્નાન કર્યુ હતું પોષી પૂર્ણિમાથી લઇને મહા માસની પૂર્ણિમા સુધી ૧ મહિનો વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરાશે, જે માઘ સ્નાન તરીકે પ્રસિદ્ધ છે. હવે આખો મહિનો સવારે ૫.૦૦થી ૫.૩૦ દરમિયાન માઘ સ્નાન થશે. દર વર્ષે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરનાં વિદ્યાર્થીઓ અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનાં ઋષિકુમારો અને સંતો ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં સ્વૈÂચ્છક રીતે માઘ સ્નાન કરે છે.
માઘ સ્નાન કરવાથી સાહસિકતા, ખડતલપણું, ધાર્મિકતાનાં ગુણો ખીલતા હોવાની માન્યતા છે. ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં આખી રાત્રિ ચંદ્રની શીતળતામાં મૂકાયેલા માટલામાં ભરેલા પાણીથી કડકડતી ઠંડીમાં વહેલી સવારે સ્નાન કરવાનો પ્રારંભ થશે. ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગીજીવન ગ્રંથમાં માઘ સ્નાનની વિધિ અને ફળશ્રુતિ વર્ણવી છે. જાણે-અજાણે કરેલા પાપ, માઘ સ્નાનથી બળી જાય છે.
ભારતીય પરંપરામાં વ્રત-પર્વની સાથે આરોગ્યને પણ સાંકળી લેવામાં આવ્યું છે. માટે જ એકાદશી, ચાતુર્માસ, જન્માષ્ટમી, નવરાત્રિ વગેરે વ્રતો વૈજ્ઞાનિક દૃષ્ટિએ આરોગ્યવર્ધક હોય છે.તીર્થક્ષેત્રોમાં પણ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે આ માસ દરમિયાન તીર્થક્ષેત્રોમાં પણ સ્નાનનું મહત્ત્વ છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે, નિવાસની નજીકમાં સમુદ્ર, સરોવર, તળાવ કે નદી ન હોય તો કોરા માટલા લાવી, સાંજે તેમાં પાણી ભરી, તેને ખુલ્લી જગ્યામાં કે અગાસી ઉપર રાખી, વહેલી સવારે તે માટલાનાં પાણીથી સ્નાન કરવું. શાસ્ત્રોમાં જણાવાયું છે કે, નિવાસની નજીકમાં સમુદ્ર, સરોવર, તળાવ કે નદી ન હોય તો કોરા માટલા લાવી, સાંજે તેમાં પાણી ભરી, તેને ખુલ્લી જગ્યામાં કે અગાસી ઉપર રાખી, વહેલી સવારે તે માટલાનાં પાણીથી સ્નાન કરવું.ss1