Western Times News

Gujarati News

શિયાળામાં ચીન કોઈ અવળચંડાઈ કરે તે પહેલા જ ભારતીય સેના કરી રહી છે તૈયારી

Files Photo

નવી દિલ્હી: ચીન અને ભારત વચ્ચે સરહદ પર ઘર્ષણ થયા બાદ બન્ને દેશ વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ હતી. જાેકે, તણાવ ભલે ખતમ થઈ ગયો હોય પણ હજુ સુધી સંપૂર્ણ રીતે ટળ્યો નથી. ચીનની સેના હજુ સુધી પાછળ નથી હટી રહી. એવામાં ભારતીય સેના પણ કોઈ કસર છોડવા નથી માગતી. જેમાં લદ્દાખમાં મુશ્કેલ સ્થિતિમાં ટક રહેવા માટ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવી ઊંચાઈ પર સેના રહેવા માટે ખાસ કપડા, શેલ્ટર, ટેંટ, ઈંધણ વગેરે સહિતની વસ્તુઓની જરુર પડતી હોય છે.

સેનાએ જવાનો માટે પૂરતા પ્રમાણમાં અનાજ અને અન્ય સપ્લાય આપવા માટેની એક્સર્સાઈઝ શરુ કરી દેવામાં આવી છે. ચીની સૈનિકો હજુ ઉત્તર પેંગોંગ અને લદ્દાખના પશ્ચિમમાં ગોગર-હોટ-સ્પિંગ્સમાં હજુ સુધી સંપૂર્ણ રીતે ખસ્યા નથી. એવામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેના પોતાની તૈયારીઓમાં કોઈ કસર છોડવા માગતી નથી.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, “જાે લદ્દાખમાં સામાન્ય રીતે વર્ષમાં ૩૦ હજાર મેટ્રિક ટન અનાજની જરુર પડતી હોય તો પરંતુ આ વર્ષે બે ગણું અનાજ પહોંચાડવામાં આવશે કારણ કે વધુ જવાનો તૈનાત કરાયા છે.” તેમણે કહ્યું, “ચીની સેના (ઁન્છ) એટલી ઉતાવળે નથી આવી રહી. તો અમે સંપૂર્ણ રણનીતિ સાથે લાંબા સમય માટે તૈયારી કરી રહ્યા છીએ. અમે લોજિસ્ટિક અને ‘એડવાન્સ વિન્ટર સ્ટોકિંગ (છઉજી)’ની તૈયારી શરુ કરી દીધી છે.”

તેમણે કહ્યું, “અમે શિયાળા દરમિયાન પણ મોટી સંખ્યામાં પોતાના જવાનોને અગ્રિમ રીતે રાખવા પડી શકે છે જેથી ચીની સેના સ્થિતિનો ખોટો લાભ ના ઉઠાવી શકે.”

છઉજી ખાસ કરીને શિયાળા જેવા સમય પહેલા તૈયારી શરુ કરી દેવાયા છે, જેમાં ટ્રાન્સપોર્ટેશનની લાંબી પ્રક્રિયા હોય છે. છઉજી માટે ટ્રકો ઉત્તર ભારતના મેદાની વિસ્તારથી બે રસ્તા લદ્દાખ જાય છે. પહેલો, શ્રીનગરથી જાેજી લા પાસે અને બીજાે, મનાલીથી રોહતાંગ પાસે થઈને જાય છે, જે મેથી ઓક્ટોબર વચ્ચે ખુલ્લો હોય છે.

ચંદીગઢમાં લેહ સુધી હવાઈ માર્ગ પણ ઉપયોગમાં લઈ શકાય છે જાેકે, એલ્ટિટ્યુડ અને હવામાનના કારણે તેની એક લિમિટ છે. જાેકે, છઉજી એક્સર્સાઈઝ શરુ થઈ ગઈ છે પણ સેના વૈકલ્પિક યોજનાઓ પર પણ કામ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે તેમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની મદદથી જાેજી લા પાસને સંપૂર્ણ રીતે શિયાળા દરમિયાન ખુલ્લો રાખવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

સેનાની પહેલી છઉજી એક્સર્સાઈઝ પૂર્ણ કરવા માટે પહેલી જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ૧૫૦ દિવસનો સમય હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે કાર્યક્ષમતા પર અસર પડી રહી છે માટે આ સમય વધુ ઘટી ગયો છે. સાથે ડિહાઈડ્રેશન ખોરાકની વ્યવસ્થા કરવી એ પણ એક પડકાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.