શિયાળામાં પાકિસ્તાન ભારતમાં મોટો હુમલો કરવાની પેરવીમાં
શ્રીનગર, એક ગુપ્ત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ શિયાળામાં આતંકીઓ મોટા હુમલા કરી શકે છે. પાકિસ્તાનના આતંકી સંગઠનો લશ્કરે તોયબા અને જૈશ-એ-મોહમ્મદ આ હુમલા કરવાની ફિરાકમાં છે તેવા અહેવાલો સામે આવ્યા છે. આ હુમલાનો હેતુ કાશ્મીરમાં શાંતિ સૃથાપિત ન થવા દેવાનો હોવાના અહેવાલો છે. ખાસ કરીને આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ કાશ્મીરમાં નાની મોટી ઘટનાઓને બાદ કરતા શાંતિની સિૃથતિ જોવા મળી રહી છે. આ શાંતિ આતંકીઓ અને પાકિસ્તાનને પચી નથી રહી તેથી હવે ગમે ત્યારે મોટા હુમલા કરીને કાશ્મીરીઓને ભડકાવી ફરી કાશ્મીરમાં અશાંતી ફેલાવવા માગે છે. જમ્મુ કાશ્મીરને ગત 31મીએ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે જેને પગલે પણ પાક.ના પેટમાં તેલ રેડાયું છે.
એવા અહેવાલો છે કે જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠને તેના તાલિમ આપેલા આતંકીઓને આદેશ આપ્યો છે કે તે પાકિસ્તાન સિૃથત બહાવલપુરમાં આવેલા મર્કાઝ ઉસ્માન-ઓ-અલી હેડક્વાર્ટર પર ભારતમાં આતંકી હુમલા કરવા માટે રિપોર્ટ કરે. હાલ એવા અહેવાલો છે કે જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહર અને તેનો મોટો ભાઇ મુફ્તિ અબ્દુલ રૌફ હાલ બહાવલપુરમાં છે. એવા પણ અહેવાલો હતા કે પાકિસ્તાન 26મી ઓક્ટોબર બાદ એલઓસી પર મોટા પ્રમાણમાં આતંકીઓને મોકલી શકે છે.
26મી ઓક્ટોબરે જ જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો જાહેર કરવા જરૂરી દસ્તાવેજો પર સહી કરવામાં આવી હતી. આર્ટિકલ 370 નાબૂદી બાદ કોઇ જ મોટો હુમલો નથી થયો, તેથી હવે આ શિયાળામાં એક મોટો ધમાકો કરીને પાકિસ્તાન અને તેના આતંકી સંગઠનો એ સાબિત કરવાનો પ્રયાસ કરશે કે તેઓ હાલ પણ જમ્મુ કાશ્મીરમા સક્રિય છે. અન્ય એક અમેરિકી ગુપ્ત રિપોર્ટમાં પણ આ ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તોયબા ભારતમાં મોટા આતંકી હુમલા કરાવવાની ફિરાકમાં છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હાલ જમ્મુ કાશ્મીરમાં જે પણ સૈન્ય કેમ્પો અને હેડક્વાર્ટર આવેલા છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.