શિયાળામાં મૂળા ખાઓ, અનેક પોષકતત્ત્વોનો ભંડાર
ઠંડીની સિઝનમાં શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા લોકો વિવિધ પ્રકારના શાકભાજી આરોગતા હોય છે, તેમાં મૂળા ખાવાથી અનેક પ્રકારના શાકભાજી આરોગતા હોય છે, તેમાં મૂળા ખાવાથી અનેક પ્રકારના ફાયદા મળે છે. મૂળા ન માત્ર સ્વાદમાં સારા હોય છે
પરંતુ તેમાં રહેલાં ગુણકારી તત્વો આપણી રોગ પ્રતિકારકશક્તિ, બ્લડ પ્રેશર અને રક્તવાહિનીઓ માટે પણ ફાયદાકારક છે. મોટાભાગના લોકો મૂળાને સલાડની રીતે ખાવાનું પસંદ કરે છે. આવો, જાણીએ ઠંડીની સિઝનમાં રોજ મૂળા કેમ ખાવા જાેઈએ.
બ્લડ પ્રેશર કંટ્રોલ ઃ મૂળા શરીરમાં પોટેશિયમ પહોંચાડે છે, જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. ખાસ કરીને જાે તમારે હાઈપરટેન્શનની સમસ્યા હોય તો ડાયટમાં મૂળા જરૂર સામેલ કરવા જાેઈએ. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાઈ બીપીના લોકો માટે પણ મૂળા ખૂબ જ ફાયદાકારક છે.
એન્ટિ હાઈપરટેન્સિવ ગુણોથી ભરપુર મૂળા હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે આ ઉપરાંત તેમાં પર્યાપ્ત પ્રમાણમાં પોટેશિયમ હોય છે, જે આપણા શરીરમાં સોડિયમ પોટેશિયમના ગુણોત્તરનું બેલેન્સ જાળવી રાખે છે, જેનાથી બ્લડ પ્રેશર મેન્ટેન રહે છે.
હ્ય્દયની બીમારીઓ ઃ મૂળાને એન્થોસાયનિનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, તેનાથી આપણું હ્ય્દય સારી રીતે કામ કરે છે. રોજ મૂળા ખાવાથી હદયરોગનો ખતરો ઓછો થાય છે. મૂળામાં ફોલિક એસિડ અને ફલેવોનોઈડસ પણ સારી માત્રામાં મળે છે. મૂળા લોહીમાં ઓક્સિજનના સપ્લાયને વધારે છે.
ફાઈબર ઃ મૂળામાં સારી માત્રામાં ફાઈબર મળે છે. જે લોકો દરરોજ સલાડના રૂપમાં મૂળા ખાય છે તેમના શરીરમાં ફાઈબરની કમી રહેતી નથી. ફાઈબરના કારણે પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. આ સિવાય મૂળા લિવરને પણ સુરક્ષિત રાખે છે.
સ્કિન ઃ જાે તમારે ચમકતી ત્વચા જાેઈએ છે તો દરરોજ મૂળાનું જ્યુસ પીવું જાેઈએ, કારણ કે તેમાં વિટામિન સી અને ફોસ્ફરસ મળે છે આ સિવાય રફ સ્કિનથી પણ છુટકારો મળે છે. મૂળાના જ્યુસને વાળમાં નાખવાથી વાળ ખરવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.
મેટાબોલિઝમ ઃ મૂળા પાચનતંત્ર માટે સારા હોય છે. તે એસિડિટી, સ્થૂળતા, ગેસની સમસ્યા અને ઉબકા જેવી સમસ્યાઓને પણ ઠીક કરવામાં મદદરૂપ થાય છે.
પોષક તત્ત્વો ઃ લાલ મૂળા વિટામિન-ઈ, એ.સી, બી-૬ અને કેથી ભરપુર હોય છે. આમાં એન્ટિ ઓકસીડન્ટ, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન સારી માત્રામાં મળે છે. આ તમામ પોષક તત્વો શરીર માટે બહુ ફાયદાકારક છે.
લિવરની પરેશાની દૂર કરશે: જાે તમને પેટ ભારે લાગી રહ્યું છે તો તમે મૂળાના રસમાં થોડું મીઠું મિક્સ કરીને પીઓ. તેનાથી તમને ઘણો આરામ મળશે. જે લોકોને લિવર સંબંધિત કોઈ મુશ્કેલી છે તેમણે પોતાના ડાયટમાં મૂળા સામેલ કરવા જાેઈએ. આ તમારા લિવરને સ્વસ્થ રાખે છે.
રક્તવાહિનીઓમાં મજબૂતી: મૂળામાં સારી માત્રામાં કોલેજન મળે છે, જે આપણી રક્તવાહિનીઓને મજબુત બનાવે છે. આના કારણે એથોરોકલેરોસિસ જેવી ગંભીર બીમારી થવાની સંભાવના ઘટી જાય છે.
આંખો સારી રહે છે: મૂળામાં ખૂબ વધુ પ્રમાણમાં વિટામિન ‘એ’ ‘બી’ ‘સી’ જેવા તત્વો મળી આવે છે, જે આપણી આંખોની રોશનીને વધારે છે. રોજ સવારે મૂળા ખાવાથી આંખોની રોશની વધે છે. સવારે ખાવામાં નિયમિત મૂળાને જરૂર ઉમેરો.
દૂર થાય છે ઉંઘ ન આવવાની તકલીફ: આમ તો રાતે મૂળા ન ખાવા જાેઈએ પણ જાે તમે પણ ઉંઘ ન આવવાની તકલીફથી પરેશાન છો તો રોજ સાંજે એક મૂળાનું સેવન કરો.
આમ કરવાથી તમને ઉંઘ સારી આવશે. મૂળામાં ખૂબ વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે, જેના લીધે પેટ ભરેલું રહે છે અને ઉંઘ સારી આવે છે. ભૂખ ઉઘડે છે: જાે તમને ભૂખ ન લાગવાની તકલીફ છે તો રોજ ખાતા સમયે એક મૂળાને મરી સાથે લગાવીને ખાવાથી ભૂખ સારી લાગે છે. મૂળા ખાવાથી આખા પેટમાં પાચકરસનું નિર્માણ વધી જાય છે અને ખૂલીને ભૂખ લાગે છે.
કિડનીને સ્વસ્થ રાખે છે: પૌષ્ટિક તત્વોથી ભરપુર મૂળા આપણી કિડનીને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે. મૂળા આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં પણમદદ કરે છે અને એટલા માટે જ તેને નેચરલ કલીન્ઝર પણ કહેવામાં આવે છે. તે આપણા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં સારા પ્રમાણમાં ફાઈબર મળી આવે છે જે કબજિયાતના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે.