શિયાળામાં વાળમાં ખોડો પડે છે, તો વાંચો આ રહ્યા ઉપાય
શિયાળામાં માથામાં ડેન્ડ્રફની અસર વધુ થાય છે. શિયાળામાં ગરમ પાણીથી નાહવાના કારણે માથાની ત્વચા વધુ શુષ્ક થઈ જાય છે. જેનાથી માથામં ડેન્ડ્રફ થાય છે. આ સિવાય શિયાળામાં માથામાં દુપટ્ટો અને કેપ પહેરવાથી માથામાં પૂરતી હવા નથી મળતી, જેના કારણે માથામાં ડેન્ડ્રફ વધી જાય છે.
હાર્ડ શેમ્પૂનો ઉપયોગ કરવાથી વાળમાં ડેન્ડ્રફની સમસ્યા થાય છે. દરરોજ શેમ્પૂ બદલવાથી અને કેમિકલયુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવાથી પણ ડેન્ડ્રફ થઈ છે. સામાન્ય રીતે તૈલી વાળ ધરાવતા લોકોને માથામાં ડેન્ડ્રફની સમસ્યા વધુ રહે છે. માથામાં તેલ હોવાના કારણે માથાની ત્વચા ચીકણી થઈ જાય છે, જેના કારણે વાળમાં ગંદકી જમા થઈ જાય છે અને તેના કારણે પણ ડેન્ડ્રફ થાય છે. વાળની સંભાળ માટેના ખૂબજ આસાન ઘરેલુ ઉપચાર જાણો અને સમસ્યામાંથી છુટકારો મેળવો.
ડેન્ડ્રફથી છુટકાોર મેળવવાના ઘરગથ્થુ ઉપચારઃ ટી-ટ્રી ઓઈલ
ટી-ટ્રી ઓઈલ ડેન્ડ્રફની સમસ્યાને દુર કરવામાં અસરકારક છે. આ માટે તમારા શેમ્પૂમાં તેના થોડા ટીપાં ઉમેરીને માથું ધોઈ લો. ચારથી પાંચ વખત ઉપયોગ કર્યા પછી જ તમને તેની અસર દેખાવા લાગશે.
એપલ વિનેગરઃ એપલ સાઈડર વિનેગર પણ આ સમસ્યાનો ઉકેલ છે. આ માટે એક સ્પ્રે બોટલમાં એક કપ પાણી અને અડધો કપ વિનેગર નાખીને વાળના મુળમાં સ્પ્રે કરો. જાે મે ઈચ્છો છો તો રાતે આ કર્યા પછી સૂઈ જાઓ અને સવારે તમારા વાળ ધોઈ લો.
લીંબુનો રસ અને નારંગીની છાલઃ તમે લીંબુના રસ અને સૂકા સંતરાની છાલથી પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ માટે પાંચથી છ ચમચી લીંબુના રસમાં બે ચમચી સુકા સંતરાની છાલનો પાઉડર મિકસ કરીને પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં લગાવો.
લીંબુ અને મધઃ ડેન્ડ્રફનો સામનો કરવા માટે લીંબુના રસમાં મધ ભેળવીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે. લીંબુમાં કુદરતી એસિડ હોય છે, જે ડેન્ફ્રફને દૂર કરે છે અને મધ શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે.
નારિયેળનું તેલ અને કપૂરઃ નારિયેળના તેલમાં કપૂર મિક્સ કરી માથામાં નાખીને માલિશ કરવાથી ડેન્ડ્રફ દૂર થઈ જાય છે આ તેલ માથામાં એક કલાકથી વધારે ન રાખવું.
લીમડાના પાનઃ ડેન્ડ્રફને દૂર કરવા માટે થોડા લીમડાના પત્તાને પાણીમાં ઉકાળો અને ઠંડા કરી લો અને પછી સ્પ્રેની બોટલમાં ભરી લો. ત્યાર બાદ રાતે સૂતાં પહેલાં વાળમાં સ્પ્રે કરો.
મેથીઃ મેથી ફંગલ ઈન્ફેકશનને મટાડે છે અને વાળને કુદરતી રીતે કન્ડિશન કરે છે. મેથીના એન્ટિ- ફંગલ અને એન્ટિ- બેકટેરિયલ ગુણો ડેન્ડ્રફને દરુ કરવામાં મદદ કરે છે તેમજ તેમાં રહેલા વિટામિન શુષ્કતા અને વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
કાળાં મરીઃ કાળાં મરીમાં એન્ટિબેકટેરિયલ અને એન્ટિ ઈન્ફલેમેટરી ગુણ હોય છે જે વાળમાં રહેલા ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે.
દહીંઃ લેકટોબેસિલસ પેરાકેસી બેકટેરિયા દહીમાં હોય છે આ બેકટેરિયા ડેન્ડ્રફની સમસ્યામાંથી રાહત મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.