શિયાળુ સત્રના પ્રથમ દિવસે બંન્ને ગૃહોમાં દિવંગત સભ્યોને શ્રધ્ધાંજલિ
દિવંગત નેતા અને પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીને પણ બંન્ને ગૃહોમાં શ્રધ્ધાંજલિ અપાઇઃ ઉપસભાપતિ વેકૈયા નાયડુ ભાવુક થયા |
નવીદિલ્હી, સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે આજે દિવંગત ગૃહના સભ્યોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.લોકસભા અને રાજયસભા બંન્ને જ ગૃહોમાં ગૃહની કાર્યવાહી શરૂ થતા પહેલા દિવંગત નેતા અરૂણ જેટલીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી રાજયસભા સભાપતિએ ગૃહમાં જેટલીના યોગદાનને યાદ કરતા તેમને વિલક્ષણ પ્રતિમા સંપન્ન વ્યકતિ બતાવ્યા હતાં લોકસભામાં પણ અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને શ્રધ્ધાંજલિ આપતા કહ્યું કે રાષ્ટ્રના વિકાસની સાથે સંસદીય પરંપરાઓને ગરિમાની સાથે નિર્વાહ કરવા માટે જેટલીને હંમેશા યાદ કરવામાં આવશે.
રાજયસભામાં વિરોધ પક્ષના નેતા અને બાદમાં લીડર ઓફ ધ હાઉસ રહેલ જેટલી નિધનના સમયે પણ રાજયસભાના સાંસદ હતાં પૂર્વ નાણાં મંત્રીને યાદ કરતા કેટલીક ક્ષણ માટે વેકૈયા નાયડુ ખુબ ભાવુક જાવા મળ્યા હતાં જા કે તેમણે ખુદને સંભાળી લીધા હતાં. જેટલીના યોગદાનને યાદ કરતા નાયડુએ કહ્યું કે ગૃહમાં વિરોધ પક્ષના નેતા તેમણે હંમેશા સંસદીય મર્યાદાનું પાલન કર્યું છે જેટલીને ઉદાર વિચારોવાળા લોકતંત્ર સમર્થક તરીકે યાદ કરતા તેમણે કહ્યું કે ગૃહમાં રાજયસભામાં ૨૦૦૦થી જ તે પોતાની વિદ્રતા અને પ્રતિમાને કારણે વિશિષ્ટ શ્રેણીમાં સામેલ રહ્યાં હતાં.
વિરોધ પક્ષના સાંસદોએ જેટલીને શ્રધ્ધાંજલિ આપતાં પોતાના અંગત મિત્રતાના પ્રસંગોને સંયુકત કર્યા હતાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જેટલીને કુશલ સંયોજકર્તા બતાવતા કહ્યું કે હું તેમને લાંબા સમયથી જાણતો હતો અને તે જીવનના દરેક ક્ષેત્રમાં અવ્વલ રહ્યાં છે.જેટલી સારા વિદ્યાર્થી હતી કુશલ સંયોજકકર્તા અને મોટા નેતા હતાં મેં તેમના રૂપમાં મારા એક સારા મિત્રને ગુમાવ્યા છે. એનસીપી વડા શરદ પવારે પણ જેટલી યાદ કરતા કહ્યું કે પાર્ટી લાઇનથી અલગ તેમની લોકપ્રિયતા તમામ પાર્ટીમાં હતી અને ગૃહમાં જરેક પક્ષમાં તેમના અનેક મિત્ર હતાં. એ યાદ રહે કે પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીનું ૨૪ ઓદષ્ટે લાંબી બીમારી બાદ નિધન થયું હતું ખરાબ આરોગ્યના કારણે જ જેટલીએ લોકસભા ચુંટણી બાદ કેબિનેટમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો હતો. જેટલી ૨૦૦૯થી ૨૦૧૪ સુધી રાજયસભામાં વિરોધ પક્ષના નેતા હતાં અને ૨૦૧૪માં લીડર ઓફ ધ હાઉસ ચુંટાઇ આવ્યા હતાં.