Western Times News

Gujarati News

શિયાળુ સત્રમાં રાહુલ ગાંધી હજુ ગૃહમાં નજરે પડ્યા નથી

નવીદિલ્હી: લોકસભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ગેરહાજરીની નોંધ લઇને સ્પીકર ઓમ બિરલાએ આજે કહ્યું હતું કે, તેઓ પ્રશ્નકલાકમાં તેમને પ્રશ્ન પુછવાની તક આપશે. હકીકતમાં કોંગ્રેસના અન્ય એક સાંસદ કે સુરેશ રાહુલ ગાંધીની સીટ ઉપર જઇને શૂન્ય કલાકમાં નિવેદન કરી રહ્યા હતા. આ ગાળા દરમિયાન એલઇડી સ્ક્રીન પર રાહુલનું નામ દેખાયું ત્યારે સ્પીકરે કહ્યું હતું કે, તેઓ પોતાની સીટ પર જઇને બેસી શકે છે. કારણ કે, તેમની સીટ ખાલી દેખાઈ રહી છે

જ્યારે રાહુલ ગાંધી ગૃહમાં ઉપસ્થિત  નથી. તેમનું નામ દેખાઈ રહ્યું છે. સ્પીકરે કહ્યું હતું કે, સ્ક્રીન ઉપર આપની સીટ ખાલી દેખાઈ રહી છે. સુરેશ અહીં ઉભા થઇને પોતાના મુદ્દાને ઉઠાવી રહ્યા હતા જે રાહુલ ગાંધીની સીટ હતી. રાહુલ ગાંધી રજા ઉપર હતા. ઓમ બિરલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી રજા પર છે જેથી સુરેશે પોતાની સીટ પર જઇને નિવેદન કરવું જાઇએ. આ સંદર્ભમાં ભાજપના સાંસદ રાજીવપ્રતાપ રુડીએ કહ્યું હતું કે, સંસદના સભ્યોને તેમની નિર્ધારિત સીટો પરથી બોલવાની તક આપવી જાઇએ. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશના લોકો સંસદની કામગીરીને નિહાળે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે, ટીવી સ્ક્રીન પર તમામના નામ પણ યોગ્યરીતે નજરે પડે. સોમવારના દિવસે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ હતી. સોમવારના દિવસથી શરૂ થયેલા શિયાળુ સત્રમાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી હજુ સુધી ગૃહમાં દેખાયા નથી.

લોકસભાના કાર્યક્રમ મુજબ ૨૮ નંબરના પ્રશ્ન પર રાહુલ ગાંધીનું નામ મુકવામાં આવ્યું હતું. તેઓ કેરળમાં વડાપ્રધાન માર્ગ યોજનાના સંદર્ભમાં પ્રશ્ન કરનાર હતા. પ્રશ્નકલાક દરમિયાન મંગળવારના દિવસે પ્રશ્નની સંખ્યા ૨૧થી લઇને ૨૫ સુધી પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદ સત્ર ફળદાયી રહેશે કે કેમ તેને લઇને પણ ઉત્સુકતા વધી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.