શિયોમીની વેધર એપમાંથી અરૂણાચલ ગાયબ થઈ ગયું
નવી દિલ્હી, ચીન અરુણાચલ પ્રદેશને હંમેશા પોતાનો હિસ્સો ગણાવતું આવ્યું છે. જ્યારે ભારત તેનો સતત વિરોધ કરતો આવ્યું છે. પણ હવે ચીની સ્માર્ટફોન મેકર શિયોમી ભારતમાં ફરી એકવાર વિવાદમાં આવી છે. કેમ કે, શિયોમીની વેધર એપમાં અરુણાચલ પ્રદેશ દેખાતું જ નથી. અને આ કારણે સોશિયલ મીડિયામાં લોકોએ શિયોમી વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. જેને કારણે હવે કંપનીને સફાઈ આપવી પડે છે.
વેધર એપમાં અરુણાચલ પ્રદેશ ન હોવાને કારણે સોશિયલ મીડિયામાં લોકો તેને ભારત અને ચીન બોર્ડર સાથે જોડી રહ્યા છે. અરુણાચલ પ્રદેશને લઈ ભારત અને ચીનમાં વિવાદ થતો રહે છે. કેમ કે, ચીન તેના પર પોતાનો હક ગણાવે છે. ભારત અને ચીન એલએસીને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. ચીન સાથે હિંસક અથડામણ બાદ ભારતીયોમાં ચીન સામે આક્રોશ છે. અને હવે શાઓમી પણ ભારતીયોના રોષનો શિકાર બની છે. અને અરુણાચલ પ્રદેશને લઈ બોયકોટ શિયોમી પણ ટ્રેન્ડ થવા લાગ્યું છે.
સોશિયલ મીડિયા પર લોકોએ સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જેમાં શાઓમીના ફોનની વેધર એપમાં અરુણાચલ પ્રદેશ ગાયબ હતું, જ્યારે અન્ય ફોનની વેધર એપમાં અરુણાચલ પ્રદેશ દેખાડતું હતું. જે બાદ વિવાદ થતાં કંપની તરફથી સ્ટેટમેન્ટ જાહેર કરીને સફાઈ આપવામાં આવી હતી. શાઓમીએ તેને સોફ્ટવેર પ્રોબ્લેમ ગણાવ્યો હતો. કંપનીએ કહ્યું કે, શાઓમીના સ્માર્ટફોનમાં વેધર એપ મલ્ટિપલ થર્ડ પાર્ટી ડેટા સોર્સથી ડેટા કલેક્ટ કરે છે.
શાઓમીએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, અમે એ સાફ કરવા માગીએ છીએ કે અમારા ડિવાઈઝમાં આપવામાં આવેલ વેધર એપ મલ્ટિપલ થર્ડ પાર્ટી વેધર ડેટા સોર્સને યુઝ કરે છે અને અમે એ સમજીએ છીએ કે અનેક લોકેશન માટે આ એપમાં વેધર ડેટા નથી.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
શાઓમીએ તેને ટેક્નિકલ એરર પણ ગણાવી છે. અને કંપની સતત સુધારા કરી રહી હોવાનું પણ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ડેટા અને એપ્સને લઈ શાઓમી વિવાદોમાં રહી છે. પહેલાં આરોપ હતો કે, શાઓમી ભારતીયોના ડેટાને ચીનને મોકલી રહ્યું છે. પણ બાદમાં શાઓમીએ આ આરોપોને ફગાવી દીધા હતા.SSS