શિરીન મિર્ઝાએ ખુલ્લા આકાશમાં પતિ હસન સાથે ફિલ્મ જોઈ
મુંબઇ, યે હૈ મહોબ્બતે ફેમ શિરીન મિર્ઝા અને પતિ હસન સરતાજ હાલ માલદીવ્સમાં હનીમૂન માણી રહ્યા છે. આમ તો બંને લગ્ન ઓક્ટોબર, ૨૦૨૧માં થયા હતા. પરંતુ પ્રોફેશનલ કમિટમેન્ટમાં વ્યસ્ત થઈ જતા તેમને સમય મળ્યો નહોતો.
શિરીન મિર્ઝા અને હસન સરતાજ ઘણા દિવસથી માલદીવ્સમાં છે અને એકબીજાનો સંગાથ માણી રહ્યા છે. તેમણે માલદીવ્સના દરિયાકિનારે ન માત્ર વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કર્યો પરંતુ ખુલ્લા આકાશ નીચે મૂવી નાઈટ પણ માણી.
શિરીન મિર્ઝા અને હસન સરતાજે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમણે માણેલી ખાસ ક્ષણોની ઝલક સોશિયલ મીડિયા હેન્ડલ પર દેખાડી છે. શિરીન મિર્ઝા અને હસન સરતાજે બુધવારે સવારે રૂમ બહાર રહેલા સ્વિમિંગ પૂલમાં સાથે બ્રેકફાસ્ટ લીધું હતું. જેની તસવીરો એક્ટ્રેસના પતિએ શેર કરી છે.
જેમાં તે શર્ટ લેસ છે જ્યારે શિરીન મિર્ઝાએ બ્લેક એન્ડ વ્હાઈટ કલરની મોનોકિની પહેરી છે. અન્ય તસવીરમાં બંનેએ કાન પર ફૂલ લગાવીને પોઝ આપ્યો છે. માલદીવ્સના હનીમૂનને હસન સરતાજે સ્પેશિયલ બનાવ્યું હતું. દરિયાકિનારે તે પત્નીને મૂવી નાઈટ માટે લઈ ગયો હતો.
કપલે ખુલ્લા આકાશ નીચે ફિલ્મ જાેઈ હતી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલા વીડિયોમાં શિરીન મિર્ઝા કહી રહી છે આ દરેક છોકરીનું સપનું હોય છે અને હસન તેને સાચુ પાડી રહ્યો છે. શિરીન મિર્ઝા અને હસન સરતાજે ફિશિંગ કરતા પણ શીખ્યું હતું.
બંને બોટમાં બેસી દરિયાની વચ્ચે ગયા હતા અને ફિશિંગ કર્યું હતું. તેના વીડિયો પણ તેમણે શેર કર્યા છે. શિરીન મિર્ઝા અને હસન સરતાજે વેલેન્ટાઈન્સ ડે પર દરિયાકિનારે રોમેન્ટિક ડિનર લીધુ હતું.
તેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. જેમાં એક્ટ્રેસ બ્લેક કલરના પોલકા ડ્રેસમાં જાેવા મળી રહી છે, જ્યારે હસને રેડ શર્ટ અને બેઝ કલરનું પેન્ટ પહેર્યું છે. આ સાથે તેણે લખ્યું છે વેલેન્ટાઈન. હસન સરતાજે પણ વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે અને લખ્યું છે ‘હું હંમેશાથી મારા જીવનસાથી સાથે આવો શોટ લેવા માગતો હતો અને તેમ થયું, તે પણ માલદીવ્સમાં.SSS